સુરત પોલીસનું દિલધડક ઓપરેશન, ખૂંખાર આરોપીને પકડવા માટે આઠ દિવસ ઝૂંપડામાં રહ્યા એન પછી જે થયું

Gujarat

સુરત શહેરને ક્રાઇમ ફ્રી બનાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સુરતમાં વર્ષોથી હત્યા જેવા ગુનામાં ફરાર આરોપી સુરત પોલીસને ચકમો આપી રહ્યો હતો. ચાર ચાર હત્યા, લૂંટ, ખંડણી જેવા અસંખ્ય ગુનાઓના કુખ્યાત આરોપીને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું હતું.

ઓપરેશન ઘોસ્ટ હેઠળ અગાઉ ખુન, ખુનની કોશીષ, ધાડ, લુંટ, ખંડણી ઉઘરાવવા જેવા ગુનામાં પક્ડાયેલ અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતને બીહારથી સુરત શહેર ક્રાઇમબ્રાંચએ ઝડપી પાડ્યો હતો. આ દિલધડક મિશન માટે પોલીસ અધિકારીઓને 8 દિવસ ઝૂંપડીમાં રહેવું પડ્યું હતું.

ઓપરેશન ઘોસ્ટ હેઠળ પકડાયેલ આરોપી પ્રવીણ સુરતની ગુનાખોરીની દુનિયામાં મોટું નામ ધરાવે છે. આ દિલધડક ઓપરેશનમાં કુખ્યાત આરોપીને પકડવા માટે ક્રાઈમબ્રાંચના PI, બે PSI સહિતનો સ્ટાફ દ્વારા આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

કુખ્યાત આરોપી પ્રવિણ રાઉત તેના વતન બિહારના ગોરમા ગામમાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે બિહાર રાજ્યના નાલંદા જીલ્લા ખાતે તપાસમાં બે પીએસઆઇ અને આઠ પોલીસ કર્મચારીઓની ટિમ મોકલવામાં આવી હતી. ટીમે ત્યા પહોંચીને બિહાર રાજ્યના પોલીસની STF બ્રાંચની મદદ મેળવી હતી.

આ આપરેશનમાં એક ટીમના સભ્યો ત્યાં આગળ લોકલ લોકોની માફક પહેરવેશ ધારણ કરી લુંગી બનીયાન અને ગમછામાં ફરી રહ્યા હતા. તો બીજી ટીમ લારી લઈને ફ્રુટ વેચવા અવાર નવાર ગામમાં જઈ રેકી કરી આરોપી અંગે માહિતી મેળવતા હતા. આમ સતત એક અઠવાડીયાની મહેનત બાદ ત્યાં આરોપીના ઘરની ખરાઈ થયેલ હતી.

આરોપી ખુબ જ ચાલાક હોવાથી જ્યાં સુધી આરોપી નજર સામે આવી ના જાય અને તેનો હાલનો હુલીયો ઓળખાય ન જાય ત્યાં સુધી ઓપરેશનની ગુપ્તતા જાળવવી ખુબ જ જરૂરી હતી. પરંતુ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ખુબ મહેનત કરી અને આઠમા દિવસે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતા આપરેશનને આખરી તબક્કમાં લઇ ગયા.

આરોપી પોતાના ઘરેથી ગામની પાદરેથી પસાર થતો હતો તે વખતે પકડી પાડ્યો હતો. આ દિલધડક ઓપરેશન માટે પોલીસને આઠ દિવસ ઝૂંપડામાં રહેવું પડતું હતું. તો આરોપી ચાલક હોવાથી મિશન અંગે ગુપ્તતા રાખવી પણ ખુબ જરૂરી હતી. પરંતુ આખરે સુરત પોલીસે ઓપરેશન ઘોસ્ટ પાર પડ્યું અને કુખ્યાત આરોપી પ્રવીણ ઉર્ફે દશરથ રાઉતને ઝડપી પડ્યો.

ખૂંખાર આરોપી પ્રવીણ વિરુદ્ધ અત્યાર સુધીમાં કડોદરા, પાંડેસરા, ઉધના, બિહાર, વ્યારા, બારડોલી, વરાછા, ઊંઝા, ક્રાઇમબ્રાંચ, ખટોદરા તથા અઠવા પોલીસ મથકમાં મારામારી, ખડણી, લૂંટ ગુનાઓમાં તેના વિરુદ્ધ 17 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત ફાયરીંગ કરી મોત નીપજાવ્યાના ગુનાઓ આચરેલ છે. જો કે આરોપી ગામના પાદરથી તાડી પીવા માટે નીકળતા પોલીસના હાથે લાગી ગયો.

Leave a Reply

Your email address will not be published.