માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના, મોબાઈલની બેટરીથી રમી રહેલા બાળકની બેટરી બ્લાસ્ટ થતા હાથની આંગળીઓ અલગ થઇ ગઈ

India

દેશ ભરમાંથી કેટલીકવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે. મોબાઈલની જૂની બેટરીમાં વિસ્ફોટ થવાથી 10 વર્ષના બાળકના જમણા હાથની આંગળીઓ અલગ થઈ ગઈ. ઓપરેશન કરીને બાળકની હથેળી જ કાપીને અલગ કરવી પડી.

આ ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં પાંચમા ધોરણમાં ભણતો બાળક ઘરમાં પડેલી મોબાઈલની જૂની બેટરીથી રમી રહ્યો હતો. તેની માતા ઘરનું કામ કરતી હતી. બાળક રમી રહ્યો હતો ત્યારે અચાનકથી બેટરીમાં બ્લાસ્ટ થતા મોટો ધડાકો થયો હતો.

બેટરીમાં એટલો ભયાનક બ્લાસ્ટ થયો કે તેનો અવાજ 200 મીટર સુધી સંભળાયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને જમવાનું બનાવી રહેલી મા દોડીને બાળકના રૂમમાં પહોંચી. જોયું તો બાળકનો હાથ લોહીથી લથપથ હતો. બાળકના પિતા ઘરે નહોતા. તે નજીકના ખેતરમાં ગયા હતા.

બાળકની માતાએ તુરંત તેના પતિ મુકેશને ઘરે બોલાવ્યા. બાળકના હાથ લોહીલુહાણ થઇ ગયા હતા. જેથી તેને તુરંત બ્યાવરની સરકારી અમૃતકૌર હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પછી ભીલવાડા રીફર કરી દીધો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે બાળકના હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી.

સારવાર દરમિયાન ડોકટરે ઓપરેશન કરીને બાળકના જમણા હાથની હથેળીને કાપીને અલગ કરી દીધો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બાળકના હાથના ચિંથડા ઉડી ગયા હતા. જેથી હાથ કાપવો પડયો. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

ઘટના અંગે બાળકના પિતા મુકેશ કાઠતનું કહેવું છે કે તેઓ ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમનો દીકરો ઘરે મોબાઈલની બેટરી ખરાબ થઇ ગઈ હતી તેનાથી રમી રહ્યો હતો. બાળકે રમતા રમતા બેટરી દબાવી અને તે ફાટી ગઈ. બેટરીમાં બ્લાસ્ટ થતા બાળકને ઇજા થઇ.

Leave a Reply

Your email address will not be published.