માતાએ 6 વર્ષના ટેણીયા માટે મસ્ત ટાઈમ ટેબલ બનાવ્યું, લોકો કહેવા લાગ્યા દરેકને આવી મમ્મી મળે

Lifestyle

બાળકને જન્મ આપવાથી લઈને બાળકની સારસંભાળ લેવાની અને બાળકની દરેક બાબતની ધ્યાન રાખવાની જવાબદારી માતા ખૂબ જ જીણવટ પૂર્વક રાખે છે. જો બાળકને કઈ નાની-મોટી ઇજા થાય તો પણ માતા બાળકને તુરંત સારવાર આપે છે. બાળકની ખાવા પીવાની બાબતોની માતા હંમેશા કાળજી રાખે છે. તો બાળકનું રમવાનું અને ભણવાનું પણ ધ્યાન રાખે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક 6 વર્ષના બાળક માટે માતાએ બનાવેલું ટાઇમ ટેબલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આપણે ઇન્ટરનેટ પર અવારનવાર ટાઈમટેબલ કઈ રીતે બનાવવું તે તેની ટિપ્સ વગેરે જોતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક સરસ મજાનું ટાઈમટેબલ વાયરલ થયું છે. જે એક માતાએ પોતાના 6 વર્ષના બાળક માટે બનાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલું આ ટાઇમ ટેબલ જોઈને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે કે દરેક બાળકને આવી મમ્મી મળે.

આ ટાઇમ ટેબલમાં બાળકની માતાએ બાળકનું જમવાનો, સુવાનો અભ્યાસનો અને રમવાનો તમામ ટાઈમ યોગ્ય રીતે સેટ કર્યો છે. ટાઈમ ટેબલમાં સંતાનના આખા દિવસની બધી જ ક્રિયા આવી જાય છે. ટાઈમ ટેબલને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટાઈમ ટેબલની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Redditના એકાઉન્ટ પર મૂકવામાં આવી છે. જેમાં ફોટો શેર કરતા લખવામાં આવ્યું છે કે “મેં અને મારા 6 વર્ષના સંતાને દૈનિક શિડયુલ અને પર્ફોર્મન્સ લિંક બોનસના આધારે આજે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.”

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ટાઈમ ટેબલમાં જોઈ શકાય છે કે તેમાં સવારે 7:50 વાગ્યે એલાર્મનો સમય મૂકવામાં આવ્યો છે. જ્યારે ઉઠવાનો સમય સવારે 8:00 છે. તો ટાઈમ ટેબલમાં જમવાનો અને સૂવાનો ટાઇમ પણ એવી રીતે આપવમાં આવ્યો છે કે બાળક યોગ્ય રીતે ભોજન કરીને એનર્જી મેળવી શકે અને બાળકને પૂરતી ઊંઘ થઈ જાય.

ટાઈમ ટેબલમાં બાળકને ટીવી જોવા માટે, ફળ ખાવા માટે, દૂધ પીવા માટે, હોમવર્ક કરવા માટે, ટેનિસ રમવા માટે તમામ ટાઈમ યોગ્ય રીતે આપવામાં આવ્યો છે. બાળકને રાત્રે ભોજન અને સુવાના ટાઈમને પણ સમયપત્રકમાં લખવામાં આવ્યો છે. એટલે કે બાળકને જાગવા અને બ્રશ કરવાથી લઈને રાત્રે પથારી અને સુવાના સમયનો ટાઈમ ટેબલમાં ઉલ્લેખ કરાયો છે.

મહત્વની વાત તો એ છે કે જો બાળક રડ્યા, ઝઘડ્યા વગર આખો દિવસ પસાર કરે તો તેને ઇનામ તરીકે તે દિવસે 10 રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત જો બાળક રડ્યા વગર સતત 7 દિવસ સુધી આ ટાઈમ ટેબલને અનુસરે તો તેને 10 ને બદલે 100 રૂપિયા આપવામાં આવશે. આ ટાઈમ ટેબલ માતાએ પોતાના દીકરા માટે બનાવ્યું છે. ત્યારે આ મજેદાર ટાઇમ ટેબલ જોઈને લોકો કહી રહ્યા છે કે દરેકને આવી મમ્મી મળે.

Leave a Reply

Your email address will not be published.