આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમા વરસાદની આગાહી, ભારે વરસાદને કારણે ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

Weather

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. મધ્ય ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. ત્યારે રવિવારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. સાથે જ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે.

ગુજરાતમાં ચોમાસુ હવે જોર પકડી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આજે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરા ઉપરાંત સાવલી, વાઘોડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહી એક જ દિવસમાં એક ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. તો વૃક્ષ ધરાશયી થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરામાં વાતાવરણમાં પલટો આવતાં મેઘરાજાએ માજા મૂકી છે. ત્યારે ખરાબ હવામાનને કારણે દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ હતી. જેથી નુકસાન થાય નહિ. શહેરમાં ભારે વરસાદથી વૃક્ષ જમીને દોસ્ત થયા છે અને રોડ પર પાણી ભરાયા છે. ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જામતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી હતી. વરસાદની એન્ટ્રી થતા લોકોને બફરાથી રાહત મળી હતી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો કેટલાક દિવસથી છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. તો હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસુ જામી રહ્યું છે. પંચમહાલના મોટાભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ગોધરા, હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, કાલોલમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આ સાથે 28 જૂનના રોજ ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.