વરસાદ તોફાને ચડયો, બાઈક ચાલક પર ધબડિંગ દઈને વૃક્ષ પડ્યું માથામાં ઇજા થતા યુવકનું કરુણ મોત

Gujarat

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે વીજ પોલ પડવાની અને વૃક્ષ જમીન દોસ્ત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ તોફાને ચડયો છે. આ દરમિયાન તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને માલપુર સહિતના વિસ્તારોમાં વીજ પોલ અને ઝાડ જમીન દોસ્ત થવાની ઘટના સામે આવી છે.

ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલીક જગ્યાએ મોટું નુકસાન થયાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ દરમિયાન માલપુર નજીક પસાર થઇ રહેલા બાઈક ચાલક પર વૃક્ષ પડતા યુવકનું કરુણ મોત નીપજ્યું. તો કેટલાક વિસ્તારોમાં શેડ અને પતરા ઉડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદે એન્ટ્રી મારી છે. આ દરમિયાન હિંમતનગરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનકથી પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે. સાથે જ લોકોને ભારે ગરમીથી છુટકારો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વીજળી ગુલ થઇ ગઈ હતી. નિકોલ સહિતના વિસ્તારમાં ધધમાર વરસાદ વરસ્યો હતો. તો રસ્તા પર ઝાડ પડતા રસ્તો બંધ થઇ ગયો હતો. કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે વીજળીના થાંભલા જમીન દોસ્ત થયા છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો ખુશ થયા છે. તો બીજી તરફ વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કરી લેતા કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું છે. વરસાદના તોફાની સ્વરૂપને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાથે જ કાચા મકાન વાળા લોકો ભયભીત થયા હતા.

ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામી આવી છે. વરસાદના તોફાની આગમનથી અનેક જગ્યાએ વૃક્ષ અને વીજ પોલ જમીન દોસ્ત થયાના કિસ્સા નોંધ્યા છે. આ દરમિયાન માલપુરના સુરતાનપુરા નજીક પીપરાણા રોડ પર પસાર થઇ રહેલા બાઈક ચાલક પર વૃક્ષ પડ્યું હતું. યુવકને માથામાં ગંભીર ઇજા થતા કરુણ મોત નીપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published.