અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Weather

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની માત્રામાં વધારો થાય તેવી સંભાવના છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે.

અરબી સમુદ્રમાં હાલ એક સાઈકલોનિક સરકયુલેશન સર્જાયું છે. તો બીજી તરફ ચોમાસુ રાજ્યમાં આગળ વધી રહ્યું છે અને વરસાદની માત્રામાં પણ વધારો થતો જણાય છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે.

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગત રવિવારના રોજ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. હવે વરસાદ આગળ વધીને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં ભરુચ, સુરત, વલસાડ, નવસારી, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. ત્યારે સાર્વત્રિક વરસાદની રાહ જોવાઇ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 30 જૂનની આસપાસ વરસાદમાં વધારો થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા વાવણી થઈ ગઈ છે. તો કેટલાક વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદની રાહ જોવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3p જૂન બાદ આ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જૂન મહિનામાં ઠીક ઠીક વરસાદ વરસ્યા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ સારો વરસાદ થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ ચોમાસુ પોરબંદરથી લઈને વડોદરા સુધીના વિસ્તારમાં પહોંચ્યું છે. જો કે એક અઠવાડિયાથી ચોમાસુ ત્યાં અટકી ગયું છે.

અટકેલું ચોમાસુ હજુ આગળ વધ્યું નથી. જેથી રાજ્યના કેટલાક વિસ્તારો હજુ કોરે કોરા છે. રાજ્યમાં નિર્ધારિત સમય કરતા બે દિવસે વહેલા ચોમાસાનું આગમન થઈ ગયું હતું. જોકે ત્યારબાદ ચોમાસુ અટકી ગયું હતું જે હવે જામ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. જેથી ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.