ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો, આ બંદરો પર 3 નંબરના સિગ્નલ અપાયા

Weather

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ભાવનગર જિલ્લાના દરીયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી માહોલ જામતા દરિયામાં ઊંચ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઘોઘા, અલંગ, મહુવાના બંદરો પર વરસાદી આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે ભાવનગર અને ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિગ્નલ હવામાન વિભાગની આગાહીના પગલે લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 27 જૂનથી 1 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. જેથી આ સમયગાળા દરમિયાન જાફરાબાદના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછાળી રહ્યા છે ત્યારે 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજ તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તો વડોદરાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 1 જૂલાઇથી ભારે વરસાદની આગાહી છે. એટલે કે રથયાત્રામાં 1 જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.