રથયાત્રમાં વરસાદ થશે કે નહીં ફટાફટ જાણી લ્યો, હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

Weather

રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તોરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. એક બાજુ રથયાત્રની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ રથયાત્રામાં વરસાદ થશે કે નહીં તે અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારો પાણીથી તરબતોળ થયા છે. ત્યારે રથયાત્રા દરમિયાન વરસાદ પડશે કે કેમ તે અંગે હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે. જે મુજબ 1 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેર અને અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

આગાહીને પગલે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. તો લોકોને પણ દરિયા કિનારા નજીકના વિસ્તારમા ન જવા માટે અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે શેત્રુંજીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. કારણ કે તેમને સિંચાઈનો લાભ મળી રહેશે. તો યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા મીઠાપુર સહિતના પંથકમાં રાત્રિના મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. સાથે વડોદરાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં વરસાદને પગલે લોકોમાં ખુશી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.