અરબ સાગરમાં પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ, ONGCના 3 કર્મચારીઓ સહિત 4ના મોત

India

કેટલીકવાર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવતી હોય છે. હાલ પણ એવી જ એક ઘટના સામે આવી છે. મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પવન હંસ કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે તથા પાંચ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે.

ONGC ના પવન હંસ હેલીકૉપટરને મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. જેમને બચાવવા માટે હેલીકૉપટર તાત્કાલિ લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડના જહાજને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યું હતું.

આ હેલીકૉપટરમાં ક્રૂના બે પાયલટ અને સાત મુસાફરો મળીને કુલ નવ લોકો સવાર હતા.પરંતુ આ ઘટનામાં ઓએનજીસીના ત્રણ કર્મચારી સહીત ચારના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના મુંબઈના પશ્ચિમમાં ઓઈલ રિગ સાગર કિરણ પાસે બની હતી.

હેલિકોપ્ટરે મુંબઈ સમુદ્રથી 47નોટિકલ માઇલ પશ્ચિમમાં ઓઇલ રિગ સાગર કિરણ નજીક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં સવાર નવ લોકોમાંથી પાંચ લોકોને બચાવી લેવાયા હતા. જયારે ચારના મોત થયા. જો કે હેલીકોપત્રનું લેન્ડિગ ક્યાં કારણોસર કરવામાં આવ્યું હતું તે અંગે જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published.