બે દિવસ આ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે થશે વરસાદ, જાણી લ્યો લેટેસ્ટ આગાહી

Weather

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો દરિયો પણ તોફાને ચડ્યો છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારે ભારે પવનની આગાહી કરી છે. હવમાન વિભાગની આગાહીના પગલે કેટલાક બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે 1 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આગામી થોડા દિવસ દરિયામાં ભારે પણ ફૂંકાવાની આગાહી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં 5 જુલાઈ સુધી વરસાદી ઝાપટાથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી બે દિવસ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે 1 જુલાઈ સુધીમાં ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરી છે. જે બાદ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે તારીખ પહેલી જુલાઇ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. જેથી સમુદ્રમાં પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જીલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે

ઉલ્લેખનીય છે કે બુધવાર સવારે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેથી વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો. તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જે બાદ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને વરસાદ રેડે ચડ્યો હતો. જેથી થોડીવારમા જ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.