મૃત પિતા લાડકવાયી દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે આવ્યા, પિતા પુત્રીના પ્રેમથી તમારી આંખો ભરાઈ આવશે

Story

પિતા અને પુત્રીનો પ્રેમ એક નિઃસ્વાર્થ સંબંધ છે. દરેક પિતા પોતાની લાડકવાયી દીકરીને જીવથી વધારે ચાહતા હોય છે. એક દીકરી માટે જો તેના જીવનમાં સર્વશ્રેષ્ટ અને વ્હાલું વ્યક્તિત્વ કોઈ હોય તે તે પિતા છે. દરેક પિતા ઇચ્છતા હોય છે કે તે પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવે અને તેને સાસરે વળાવે. પિતા પુત્રીનો સંબંધ પ્રેમથી ટકેલો છે. ત્યારે હાલ એક ભાવુક કરનારો કિસ્સો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ એક ભાવુક કરી દે તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મૃત પિતા તેની દીકરીના લગ્ન પ્રસંગે તેને આશીર્વાદ આપવા માટે આવ્યા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જોઈને સૌ કોઈ ભાવુક થઇ રહ્યા છે. લોકો વીડિયોમાં પિતા પુત્રીના અનહદ પ્રેમના દ્રશ્યો જોઈ રહ્યા છે.

હકીકતમાં પિતાને ગુમાવ્યા બાદ જયારે પુત્રીના લગ્ન હતા ત્યારે દીકરીને પિતાની કમી મહેસુસ ન થાય તે માટે પરિવારે મંડપમાં તેના પિતાનું પૂતળું મૂક્યું હતું. આ પૂતળું જોઈને દીકરી એવું અનુભવી રહી હતી કે તેના પિતા તેની સમક્ષ બેઠા છે. પૂતળું જોતા જ દીકરીની આંખમાં આંસુ આવી ગયા અને તે તુરંત ત્યાં દોડી ગઈ.

પિતાનું પૂતળું જોઈને દીકરીએ તેને ચુંબન કર્યું અને રડવા લાગી. ભાવુક થયેલી દીકરી પૂતળાને વળગી ગઈ હતી. જે જોઈને લગ્નમાં ઉપસ્થિત લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. લગ્નમાં પિતાના પૂતળા સાથે તેમણે ફેમિલી ફોટા પણ પડાવ્યા હતા. જે જોઈને સૌ કોઈ ભાવુક થઇ ગયા.

આ ઘટના તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના થાનાકાનંદલ ગામમાંથી સામે આવ્યી છે. જ્યાં કોરોના મહામારી દરમિયાન 56 વર્ષના સેલવરેજનું મૃત્યુ થયું હતું. તેઓ જીવતા હતા ત્યારે કાળજાના કટકાના ધામધૂમથી લગ્ન કરાવવા ઇચ્છતા હતા. પરંતુ કોરોના મહામારીમાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

તેમની દીકરીના જૂન મહિનામાં લગ્ન હતા. ત્યારે દીકરીને પિતાની ઉણપ ન વર્તાય તે માટે પરિવારજનોએ દીકરીને તેના પિતાનું પૂતળું ભેટમાં આપ્યું. જે જોઈને દીકરી ભાવુક થઇ ગઈ અને પૂતળાને ચુંબન કરીને ભેટી પડી. આ દ્રશ્યો જોઈને સંબંધીઓની આંખમાં આંસુ આવી ગયા.

Leave a Reply

Your email address will not be published.