ગુજરાતના આ વિસ્તારમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા, ત્રણ કલાકમાં આખે આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો

Weather

રાજ્યમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ચોમાસુ જામ્યું છે જેથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે ભાવનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

ચોમાસાનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. તો પ્રસિદ્ધ તીર્થધામ બગદાણામાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં એટલો ભયાનક થઇ ગયો કે ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

હવમાનમાં પલટો આવતા મંગળવારે બગદાણામા અતિભારે વરસાદ વરસ્યો હતો. જેથી મોસમના પહેલા વરસાદે જ બગડ ડેમ ભરાઈ ગયો. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. મહુવામાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર પંથકમાં મંગળવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ધીરે ધીરે એટલું બધુ વધી ગયું કે મહુવા-બગદાણા અને તળાજા મહુવા હાઇવે બંધ કરાવવાની તંત્રને ફરજ પડી હતી. પંથકમાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના લીધે બગદાણામાંથી વહેતી બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

બગદાણા ગામમાં કેડ સમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત આસપાસના વિસ્તાર કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ, ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ સીઝનના પહેલા વરસાદમાં જ ઓવર ફ્લો થઇ ગયો હતો.

ભારે વરસાદના કારણે બગડ ડેમ એક જ દિવસમાં ભરાઇ ગયો હતો. ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ત રહેતા 0.15 મિમી ઓવરફ્લો થયો હતો. જળાશયમાંથી વહેતા પુરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઇ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.