ભારત એક ધાર્મિક દેશ છે. અહી જુદા જુદા દેવી દેવતાઓના ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. ભારતમાં આવેલા દરેક મંદિર સાથે કોઈને કોઈ રહસ્ય જોડાયેલું છે. આ રહસ્યને વૈજ્ઞાનિકો પણ શોધી શકતા નથી. લોકો આ રહસ્યને ભગવાનના ચમત્કાર તરીકે ઓળખે છે. ત્યારે આજે અમે તમને ભારતમાં આવેલા એવા જ એક રહસ્યમય મંદિર વિશે જણાવીશું.
ભારતમાં જુદા જુદા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના ઘણાબધા મંદિરો આવેલા છે. તેમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે શરીર ત્યાગ કર્યા પછી દરેક લોકોના ધબકારા અટકી જાય છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ શરીર છોડી દીધા પછી પણ તેમનું હૃદય ધડકી રહ્યું છે જે આ મંદિરમાં જોવા મળે છે.
ગ્રંથો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત યુદ્ધના 34 વર્ષ બાદ પોતાનો દેહ છોડી દીધો હતો. તેમના અંતિમ સંસ્કાર પાંડવોએ કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણનું શરીર અગ્નિમાં બળી ગયું હતું. પરંતુ તેમનું હૃદય આજે પણ ભારતમાં ધબકી રહ્યું છે. કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય અગ્નિમાં બળી શક્યુ નહીં ત્યારે આ ઘટના જોઈને પાંડવો પણ હેરાન થઈ ગયા હતા.
આ સમયે આકાશવાણી થઇ હતી કે આ બ્રહ્મનું હૃદય છે. તેને સમુદ્રમાં પ્રવાહિત કરી દો. ત્યારબાદ પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયને સમુદ્રમાં વહેતું કરી દીધું હતું. જે ભારતમાં ધબકી રહ્યું છે. ગ્રંથો અનુસાર આવેલ જગન્નાથપુરીમાં ભગવાન શ્રીકૃષ્ણ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ સાથે બિરાજમાન છે. આ મંદિરની ખૂબ જ ગાથા છે.
કહેવાય છે કે આ ચમત્કારિક મંદિરની નજીક આવતા પવન પણ પોતાની દિશા બદલી નાખે છે. જેથી સમુદ્રના મોજાનો અવાજ મંદિરના પ્રવેશદ્વાર નજીક આવતા જ બંધ થઈ જાય છે. આ મંદિર સાથે ઘણા બધા રહસ્ય જોડાયેલા છે. જગન્નાથ પૂરીના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે. જેમાં હૃદયના ભાગને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે.
જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડાની બનેલી છે. આ મૂર્તિને દર 12 વર્ષે બદલવામાં આવે છે અને ત્યારે આ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિ મૂકવામાં આવે છે. જ્યારે પણ આ વિધિ કરવામાં આવે છે ત્યારે સમગ્ર જગન્નાથપુરીમાંથી વીજળી કાપી નાખવામાં આવે છે. ઉપરાંત પૂજારી હાથમાં મોજા પહેરીને બ્રહ્મ પદાર્થને જુની મૂર્તિમાંથી નવી મૂર્તિ મૂકે છે.
એવું કહેવાય છે કે જો કોઈ પણ બ્રહ્મ પદાર્થને જુએ તો તે મરી જશે. એટલા માટે જે પૂજારી બ્રહ્મ પદાર્થને એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં મૂકે છે ત્યારે તેની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવે છે. કહેવાય છે કે આ બ્રહ્મ પદાર્થ એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે અને આજે પણ તે જગન્નાથની મૂર્તિમાં ધબકી રહ્યું છે. આ મંદિરે મોટી સંખ્યામાં લોકો જગન્નાથપુરીના દર્શન કરવા માટે આવે છે.