રડયો મેહુલિયો મુશળધાર, ક્યાં વિસ્તારમાં કેવો વરસાદ ફટાફટ જાણી લ્યો

Weather

રાજ્યમાં દિવસેને દિવસે વરસાદના પ્રમાણમાં વધારે થઇ રહ્યો છે. રાજ્યનાં 23 જેટલા જીલ્લામાં છૂટા છવાયા સ્થળોએ સારા વરસાદની શક્યતા છે. મીડિયા અહેવાલ અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદે ધબડાટી બોલાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં હળવા થી લઇ અતી ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, દાહોદ અને ગાંધીનગર તેમજ અમદાવાદમાં હળવાથી લઇને અતિ ભારે વરસાદની શક્યતા છે. અરબ સાગરમાં જમીન સપાટીથી 3.1 કિલોમીટર ઉપર સર્ક્યુલેશન છવાશે. જેને અનુસંધાને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં વરસાદના વિસ્તારોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે.

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ગોંડલમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બોરસદમાં આભ ફાટયું છે. જેથી ઠેર ઠેર પાણી ભરાયા છે. અષાઢ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર આગામી 10 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ જ રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદે રમઝટ બોલાવી છે. એવામાં કેશોદના માણાવદરમાં મેઘતાંડવ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જો કે વરસાદના આગમનથી જગતના તાતમા ખુશીની લહેર છવાઈ છે.

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

અગત્યનું છે કે હવામાન વિભાગની રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે. જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published.