સોળે કળાએ ખીલી ઉઠયો ગિરનાર, શિમલા મનાલીને પણ ઝાંખા પડે તેવા આહલાદ્ક દ્રશ્યો સર્જાયા

Gujarat

ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનો આહલાદ્ક નજારો જોવા મળે છે. ત્યારે હાલ ગિરનારની તસવીરો સામે આવી છે. જો જોઈને એવું કહી શકાય કે ગિરનાર વાદળો સાથે વાતો કરી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર તેમજ આસપાસમાં વરસાદી માહોલ જામતા ગિરનાર અને દાતાર પર્વતની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઊઠી હતી.

ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગિરનારના પગથિયાં પરથી ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વરસાદી માહોલમાં ગિરનાર પર્વત ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. ગિરનારો નયનરમ્ય નજારો સૌ કોઈને ગમી જાય તેવો છે.

વરસાદી માહોલને પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો ગિરનાર પર્વતના સાંનિધ્યમાં આવેલા ભવનાથના જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા જંગલ વિસ્તાર અને પાસે આવેલો વિલિંગ્ડન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

ગિરનારનો અદ્ભૂત નજારો જોતા એવું લાગે છે કે લીલોતરી સાથે વાદળો વાતો કરી રહ્યા છે. ગિરનાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે. અષાઢી બીજના પાવન દિવસે ગિરનાર પર દિવસભર સતત વરસાદ વરસ્યો હતો. એ બાદ આજે બીજા દિવસે પણ સવારથી જ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ગિરનાર જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વતનાં પગથિયાં પરથી વરસાદી પાણીનાં ઝરણાં વહેવા લાગ્યાં હતાં. જેનો લહાવો પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. જો કે દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી માહોલ જામે ત્યારે ગિરનાર પર્વત પર અદભુત અલૌકિક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.