ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ જમાવટ બોલાવી છે. ચોમાસુ શરૂ થયું ત્યારે જે વરસાદની ઘટ હતી એ હવે પૂરી થઈ રહી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ અને બોરસાદમાં આભ ફાટ્યુ હતું. જેથી માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું. ત્યારે અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10થી 15 જુલાઈ વચ્ચે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઇ માસને લઇ વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 10થી 15 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમા જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થતાં છે. અનેક વિસ્તારોમાં મેઘતાંડવ શરૂ થયો છે. ત્યારે હવામા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 જુલાઈથી રાજ્યમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે 15 જુલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે. આ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે હવામાન વિભાગે આગાહી આપી હતી જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થાય તેવી પણ સંભાવના છે.
શનિવારે 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી વાંસદા પાણી પાણી થઈ ગયુ હતું. તો દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત 4 તાલુકાઓમાં વરસ્યો 4.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 5 તાલુકામાં 3-3 ઈંચથી વધુ વરસાદ, 5 તાલુકામાં 3-3 ઈંચ વરસાદ, 3 તાલુકામાં 2-2 ઈંચથી વધુ વરસાદ તેમજ 14 તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો હતો.