મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરતા વધારે ચર્ચામાં તેની પત્ની અમૃતા છે. વર્ષ 2019 માં દેવેન્દ્ર ફડનવિશે અજીત કુમાર સાથે મળીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમની પાસે બહુમતી ન હોવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. આ તો કે તેમની પત્ની અમૃતાએ ટ્વિટર પર એક શાયરી લખી હતી. આ શાયરી ના કારણે હવે ફરી એકવાર અમૃતા ચર્ચામાં આવી છે.
અઢી વર્ષ પહેલા તેને ટ્વિટ કરીને લખ્યું હતું કે, ” પલટ કે આઉંગી શાખો પે ખુશ્બુ લેકર ખીજાં કી જદ મેં હું મોસમ જરા બદલને દે “. અઢી વર્ષ પછી ગુરુવારે દેવેન્દ્ર ફડનવિશે સત્તામાં ફરીથી એન્ટ્રી કરી અને ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા.
જેના કારણે અમૃતા ફડણવીસ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. છેલા અઢી વર્ષના સમયમાં તેની પર્સનાલિટી ના અલગ અલગ રંગ લોકોને જોવા મળ્યા. 22 જૂન 2022 ના રોજ સિંદેના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરે ની ખુરશી જોખમમાં મુકાઈ અને તેણે રાજીનામું આપ્યું. આ દિવસે પણ અમૃતાએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, એક દ્રોહી રાજા હતો…
આ શબ્દો પણ મોટા રાજકીય સંદેશ સમાન હતા. જોકે થોડી જ વારમાં તેણે આ ટ્વીટ ડીલીટ કરી દીધી હતી. આ પહેલા 24 એપ્રિલે અમૃતાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે બાલા સાહેબ ના નામ પર બધા જ કરે તે રાસલીલા પરંતુ તે કરે તો કેરેક્ટર ઢીલા…
પાંચ ફેબ્રુઆરી 2022 ના રોજ અમૃતાએ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી સાથે ઝઘડો કર્યો હતો. આ સિવાય પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા પર હુમલા પછી અમૃતાએ, મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતાં ચોપટ રાજા વિશે વાકયો લખ્યા હતા.
અઢી વર્ષના સમય દરમિયાન અમૃતા ટ્વીટર પર સરકાર સામે અવાજ ઉઠાવતી જોવા મળી હતી. આ ઉપરાંત તેની અલગ અલગ ઝલક પણ લોકોને જોવા મળી. જે માટે એક હોમ મેકર, પ્લે બેક સિંગર, યોગ પ્રેમી, વર્કિંગ વુમન તરીકે જોવા મળી.
અમૃતાએ તેના ટ્વિટરની બાયો માં લખ્યું છે કે તે ફ્રી સ્પીરીટ છે. તેની સોશિયલ મીડિયા ની પોસ્ટ પણ આ વાતની પુષ્ટિ કરે છે. તે વિદેશ ફરવાની શોખીન છે અને સ્વિમિંગ અને અન્ય એક્ટિવિટી કરતા તે જોવા મળે છે.