રથયાત્રા પતી ગયા બાદ જગન્નાથ ભગવાન આખી રાત મંદિરની બહાર રહે છે, કારણ ફટાફટ જાણી લ્યો

Religious

પહેલી જુલાઈએ 145 મી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે પૂર્ણ થઈ હતી અને કોરોના કાળમાં ભાવિ ભક્તોને રથયાત્રાનો આનંદ માણવા મળ્યો ન હતો. તેથી આ સમયે ભવિભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાયા હતા. હજારો ભક્તોનો ભોળાપુર રથયાત્રામાં સામેલ થયું હતું અને તેઓ ભગવાનના દર્શન કરવા માટે ખૂબ જ ધન્યતા અનુભવતા હતા.

ભગવાનના દર્શન કરવા માટે દરેક વ્યક્તિ મંદિરમાં તો જાય જ છે પરંતુ જ્યારે ભગવાનનો વરઘોડો નીકળે છે ત્યારે તેમને જોવા માટે ફક્ત ખૂબ જ પડાપડી કરતા હોય છે, આમ જગન્નાથ ભગવાને આખી રાત મંદિરની બહાર રહીને જ વિતાવે છે. જ્યારે તેઓ આખો દિવસ નગર ચર્યા કરે છે આમ આજે સવારે ભગવાનને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શું તમે જાણો છો કે ભગવાનને આખા દિવસ દિન ચર્યા કર્યા બાદ રાત્રે કેમ મંદિરની બહાર રાખવામાં આવે છે જાણીએ તેનું કારણ.

એક લોકવાયકા અનુસાર જ્યારે ભગવાન જગન્નાથજી સંપૂર્ણ દિવસ નગર ચર્યા કરે છે ત્યારબાદ તેમના ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને લઈને અષાઢી બીજના દિવસે જાય છે, પરંતુ તેમના પત્ની રૂક્ષમણીને તેઓ લઈ જતા નથી અને તેમના વગર જ નગર ચર્ચા કરે છે તેથી તેમના પત્ની રિસાઈ જાય છે અને ત્યારબાદ તેમના પત્ની તેમને સજા રૂપે મંદિરમાં પ્રવેશ આપતા નથી.

ત્યારે જગન્નાથજી પત્નીને કહે છે કે હું જ્યાં જાવ છું ત્યાં તમે મારી સાથે જ હોવ છો તમને તો મેં મારા હૃદયમાં સ્થાન આપ્યું છે, ત્યારે આમ કહીને તેઓ પોતાની પત્નીને મનાવે છે અને વિધિવત રીતે સવારમાં શુભ મુહૂર્તમાં તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને નજર ઉતારીને તેમને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

આખા વર્ષમાં માત્ર એક જ વખત રથયાત્રાના દિવસે ભગવાન બહાર નીકળે છે, અને તેમનું ભક્તો ખૂબ જ સાજ શણગાર કરે છે અને તેઓ ભક્તોને દર્શન આપે છે. આમ સ્વભાવિક રીતે ભક્તોની નજર ભગવાનને લાગી જ જાય છે તેથી આ દિવસે ભગવાનને અલગ જ પ્રકારનો એક વિશેષ શણગાર કરવામાં આવે છે. આમ જ્યારે ભગવાન દિનચર્યા કરીને પાછા આવે છે ત્યારે તેમને આખી રાત બહાર રાખવામાં આવે છે અને સવારે તેમની પહેલાં નજર ઉતારવામાં આવે છે, અને ત્યારબાદ તેમની મહા આરતી કરવામાં આવે છે. અને જ્યારે આ દરેક વિધિ પતી જાય છે ત્યારે તેમને ગર્ભગૃહમાં આસન આપવામાં આવે છે.

જ્યારે ભગવાન જગન્નાથજી દિનચર્યા કર્યા બાદ પાછા આવે છે ત્યારે તેમની પાસે ત્રણ રથ હોય છે, અને તેની પણ વિધિવત રીતે સંપૂર્ણ પૂજા કરવામાં આવે છે. અને આ ત્રણેય રથ અષાઢી પાંચમના દિવસે તેની પૂજા કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ ફરીથી સાફ-સફાઈ કરીને તેના યોગ્ય સ્થાન ઉપર ફરીથી મૂકી દેવામાં આવે છે. જેથી આવતા વરસ માટે તેને ફરીથી બહાર કાઢવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.