જુલાઈ મહિનામાં ઘરમાં નહીં જોવા મળે આ વસ્તુઓ, અમુલ અને મધર ડેરીને પણ કોઈ રાહત નહીં

Tech

એક જુલાઈથી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત સરકાર હવે આ મામલે કોઈ જ છૂટછાટ આપવાના મૂડમાં નથી. સરકારના આ નિર્ણયના કારણે પેકેજ જ્યુસ, સોફ્ટ ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ ના ઉત્પાદનનું વેચાણ કરતી કંપનીને પણ ફટકો પડ્યો છે. કારણ કે આ નિયમ લાગુ થવાથી 1 july પછીથી કંપનીઓ પ્લાસ્ટિકની સ્ટ્રો કોઈપણ પ્રોડક્ટ સાથે વેચી શકશે નહીં. આ નિયમથી અમૂલ અને મધર ડેરી તેમજ ડાબર જેવી કંપનીઓ પણ બાકાત રહી નથી.

ઈયર બર્ડ્સ, ફુગ્ગા, કેન્ડી સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, ડેકોરેશન માટે ની વસ્તુઓ, થરમોકોલ ના પ્લેટ કપ ગ્લાસ જેવી વસ્તુઓ. પર હવે પ્રતિબંધ રહેશે. આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું એકમાત્ર કારણ છે પ્રદૂષણમાં ઘટાડો કરવાનું સરકારનો નિર્ધાર.

જોકે સ્ટ્રો આધારિત મોટા બિઝનેસ અમૂલે થોડા દિવસો પહેલા જ સરકારને પત્ર લખીને પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને મુલતવી રાખવા વિનંતી કરી હતી. પરંતુ સરકારે તેને માન્ય રાખ્યું નહીં.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પાંચ રૂપિયાથી લઈને 30 રૂપિયા વચ્ચેના જ્યુસ અને દૂધના ઉત્પાદનોનો મોટો બિઝનેસ થાય છે. અમુલ, પેપ્સીકો, કોકાકોલા, મધર ડેરી જેવી કંપનીઓ તેમના પીણા સ્ટ્રો સાથે ગ્રાહકોને આપે છે પરંતુ હવે સરકારના આ નિર્ણયના કારણે તેમણે સ્ટ્રોના વિકલ્પ વિશે વિચારવું પડશે.

Parle, dabur, મધર ડેરી જેવી કંપનીઓને પણ પેપર સ્ટ્રોની આયાત કરવાની શરૂઆત કરવી પડશે. જોકે પ્લાસ્ટિકની સ્ટ્રો કરતા કાગળની સ્ટ્રોની કિંમત વધારે હોવાથી તેની અસર વસ્તુઓની કિંમત પર પણ થશે. પેપર સ્ટ્રો ની કિંમત પ્લાસ્ટિકની સ્ટ્રો કરતા ચાર ગણી મોંઘી હોય છે.

શું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક ? સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક વાર તેનો ઉપયોગ કરીને તેને ફેંકી દેવાનું હોય છે. આ પ્રકારના પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતું નથી. જમીનમાં દાટી દેવાથી પણ તે લાંબા સમય સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડતું રહે છે.

Leave a Reply

Your email address will not be published.