દેશમાંથી કેટલીકવાર હચમચાવતી ઘટના સામે આવતી હોય છે. જેના વિશે જાણીને હૈયું ફફડવા લાગે છે. ત્યારે ગત સોમવારે હિમાચલના કુલુમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. ત્યારે આ દુર્ઘટનામાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.
મિતીયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થયાં છે. જયારે કેટલાક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બસમાં 45 મુસાફરો હોવાની માહિતી સામે આવી છે. દુર્ઘટનામાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.
દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશના કુલુમાં થયેલી દુર્ઘટના હચમચાવી દે તેવી છે. આ દુખદ ઘડીએ મૃતકના પરિવાર સાથે મારી સંવેદના છે. મને આશા છે કે જે ઘાયલ છે તેઓ ખૂબ ટૂંક સમયમાં સાજા થઈ જશે.’ આ સાથે મોદીએ મૃતકના પરિવારજનોને 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ઘટના અંગે વાત કરીએ તો ગત સોમવારે સવારે 8 વાગ્યે કુલુમાં સૈંજ ખીણમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. 45 જેટલા મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકતા લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ત્યારે દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.
કુનુમાં સર્જાયેલી દુર્ઘટના અંગે ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે, ‘મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.’ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના કુલુમાં સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. આવી દુ:ખદ ક્ષણોમાં મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે.
ઘટના બાદ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બસ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યં છે. તો આ સાથે જ મૃતના પરિવારજનોને 5 લાખ અને ઘાયલોને 15 હજાર આપવાની જાહેરાત કરી છે. તો PMNRF ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર દેવાની જાહેરાત કરી છે.
હાલ તો આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મૃતકોનો આંકડો વધી પણ શકે છે. બસ ખીણમાં ખાબકતા જ બુકડો વળી ગઈ હતી. તો લાશના પણ ઢગલા થઈ ગયા હતા. બસના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે મૃતકની ઓળખ અને ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.