આ વિસ્તારમાં મૂશળધાર વરસાદ ખાબકશે, ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ એલર્ટ

Weather

ગુજરાતમાં ચોમાસાએ રમઝટ બોલાવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો કેટલાક વિસ્તારો કોરેકોરા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગામી 7 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે NDRF સતર્ક બન્યું છે. તો કેટલીક જગ્યાએ NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર આગામી 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે.

મોસમ વિભાગ દ્વારા આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો આવતીકાલે બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે. આ સાથે જ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી આ વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે. તો આ સાથે જ નવસારીમાં પણ 7 જુલાઈના રોજ ધોધમાર વરસાદની શક્યતા છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. તો આ સાથે જ 10 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સાવચેતી રૂપે પગલે વડોદરા NDRFના હેડક્વાટરથી 5 ટીમ જ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગઇ છે. તમામ જરુરી સાધનો સાથે NDRF ની 3 ટીમ રાજકોટ જ્યારે એક ટીમ સુરત તૈનાત કરાઈ છે. કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.