રાજ્યમા કોરોનાના કેસમાં જંગી ઊછાળો, જાણી લ્યો ગુજરાતમાં હાલ કેવી છે કોરોનની સ્થિતિ

Health

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસ ગઈકાલના કેસની સરખામણીએ ઓછા છે પરંતુ એક્ટિવ કેસની સંખ્યા 3500 થી વધારે થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસનો આંકડો 465 નોંધાયો છે. જોકે ગઈકાલે આ સંખ્યા 500 હતી જેમાંથી આજે કેસ ઘટ્યા છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો નોંધાતા લોકોની અને સરકારની ચિંતા વધી છે. કોરોનાના એક્ટિવ કેસ હવે 3500થી સૌથી પણ વધી ચૂક્યા છે. જોકે દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો થતા રાહતનો શ્વાસ પણ લોકો લઈ રહ્યા છે.

જોકે રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આજે 203 કેસ અમદાવાદથી નોંધાયા હતા. તેની સામે 165 દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 386 દર્દી કોરોના થી રિકવર થયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનના 203, સુરત કોર્પોરેશનના 86, વડોદરા ના 38, ભાવનગરના 13, કચ્છના 13, મહેસાણા નવસારી 13, 13, સુરત 11 વલસાડ 12, ગાંધીનગર કોર્પોરેશન 10, પાટણ 5, અમદાવાદ 4 l, આણંદ, ભરૂચ, ગાંધીનગર 4-4, દ્વારકા, પોરબંદર, વડોદરા 3-3, અરવલ્લી, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર 2-2, જ્યારે ગીર સોમનાથ જામનગર પંચમહાલમાં એક એક કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે સાંજ સુધીમાં 12000 થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 11,15,32,706 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.