હાઇવે ઉપર બેફામ ગતિએ દોડતા વાહનો છાશવારે અકસ્માત સર્જે છે. આ રીતે થતા અકસ્માતમાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તાજેતરમાં જ આવો ગંભીર અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે નબળા હૃદયના લોકો તસવીરો જોઈને પણ ચક્કર ખાઈ જાય. બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકની એક નાનકડી ભૂલ ના પગલે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા આ અકસ્માતમાં પણ આવું જ કંઈક થયું છે.
બનાસકાંઠાના વડગામ તાલુકામાં આ અકસ્માત સર્જાયો હતો. આ ત્રીપલ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ઘટના સ્થળે જ ગુમાવી દીધા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વડગામ તાલુકાના છાપી નજીક બે ટ્રક અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ ત્રીપલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને પણ ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમની નજીકની હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર કાર છાપી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બે ટ્રક સાથે તેનો અકસ્માત સર્જાયો.
જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના તો ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યા મોત નિપજયા. જ્યારે બે લોકોની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો અને અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ ઘાયલોને સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર પાંચ લોકો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામના હતા. જેમાં પંકજભાઈ, હર્ષદભાઈ, હિતેન્દ્રસિંહ, અનિલ કુમાર અને કમલેશ ભાઈનો સમાવેશ થાય છે. પાંચમાંથી ચાર લોકો એક જ પરિવારના હતા. જેમાંથી ત્રણના મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પાંચ લોકો કારમાં સવાર થઈને અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે હાઇવે પર ગેર ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ભુક્ડો બોલી ગયો હતો અને ત્રણ લોકોના કમકમાટીભર્યા મોટ નિપજ્યા હતા.