રેઇન કોટ છત્રી સાથે જ રાખજો, ગુજરાતના આ પાંચ જિલ્લામા હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી

Weather

રાજ્યભરમાં ગત સપ્તાહથી વરસાદી વાતાવરણ જામ્યું છે. રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં ગત સપ્તાહથી દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘમહેર થઈ છે. તેવામાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જોકે મીડિયા અહેવાલ અનુસાર રાજ્યના પાંચ જિલ્લાઓ માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. દરમિયાન નવસારી અને સુરતમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય ડાંગ વલસાડ અને તાપીમાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ડાંગમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી જુનાગઢ અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે અહીં વિવિધ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સિવાય ડીસામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના કારણે દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા હતા.

અમદાવાદની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અહીં વરસાદી વાતાવરણ જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અત્યાર સુધી નોંધાયો નથી. જો કે મીડિયા અહેવાલ અનુસાર આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published.