ટ્રેક્ટરની ટ્રોલી સાથે કારનું ભયંકર અકસ્માત, કાર ચલાવી રહેલા ડોક્ટરની આરપાર નીકળી ગયા સળિયા

Travel

ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં રોજેરોજ ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. હાઇવે ઉપર બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપે છે. આવા અકસ્માતના કારણે ઘણા પરિવારોના આધાર હોય તેવા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવા જ એક પરિવારના કુળદીપકે તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવ્યો. જે ડોક્ટર લોકોનો જીવ બચાવતા હોય છે આ અકસ્માત માટે ડોક્ટર પોતે હોસ્પિટલ સુધી પણ પહોંચી શક્યા નહીં.

આ અકસ્માત ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલું ભયંકર હતો કે કારમાં સવાર ડોક્ટરના શરીરમાંથી લોખંડના સળિયા આરપાર નીકળી ગયા હતા. અને કારમાં જ ડોક્ટરનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું.

જાણવા મળતી માહિતી અનુસાર ડોક્ટર પ્રવીણ વ્યાસ તેના મિત્ર ડોક્ટર અમિતકુમાર સાથે જયપુર ફરવા આવ્યા હતા. આ ઘટનામાં એક મિત્રનું મોત નીપજ્યું જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

જાણવા મળતી વિગત અનુસાર પૂરપાટ ઝડપે દોડતી કાર લોખંડના સળિયા થી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલે ભયંકર હતી કે ટ્રેક્ટર માં રાખેલા સળિયા કાર ચલાવતા ડોક્ટરના શરીરમાંથી આરપાર થઈ ગયા. કાર એટલી ઝડપે ટ્રેક્ટર સાથે ભટકાઈ કે સાત ફૂટ જેટલો સળિયો કાચ તોડીને કારની અંદર ઘૂસી ગયો. જેના કારણે દોસાના રહેવાસી ડોક્ટર પ્રવીણ વ્યાસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે તેની સાથે બેઠેલા ડોક્ટર અમિતકુમાર ને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

બંને મિત્રો ખરીદી કરવા અને ફરવા માટે જયપુર આવ્યા હતા અને પરત ફરી રહ્યા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે કાર તેની આગળ જઈ રહેલા સળિયા ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ અને કાર ચલાવતા ડોક્ટરના શરીરના ફુડચા ઉડી ગયા.

ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો પણ અકસ્માત નો અવાજ સાંભળીને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે કારની હાલત અને તેની અંદર બેઠેલા ડોક્ટર પ્રવીણ ની હાલત જોઈને સ્થાનિકોને પણ અંધારા આવી ગયા હતા.

નજરે જોનારા લોકોનું કહેવું છે કે અંધારાના કારણે કારચાલક આગળ ટ્રેક્ટર માં સળિયા છે તેવું જોઈ શક્યો નહીં અને સળિયામાં કાર અથડાઈ ગઈ. જેના કારણે પાંચથી સાત ફૂટ જેટલા સળિયા જે ટ્રેક્ટર માંથી બહાર હતા તે કારના કાચ તોડીને અંદર ઘૂસી ગયા. આ મામલે પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.