દીકરીના માતા પિતાની આંખ ઉઘાડી દે તેવો કિસ્સો, સુરતની 18 વર્ષીય યુવતીને યુવક ડુમસ બીચ પર લઈ ગયો અને પછી

Gujarat

સગીર યુવતીઓને પ્રેમના જાળમાં ફસાવી અને યુવકો લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતા હોય તેવી ઘટનાઓ હવે રાજ્યમાં છાશવારે બનવા લાગી છે. આ પ્રકારે સગીરાઓને પ્રેમમાં ફસાવીને યુવક પોતાની હવસ સંતોષતા હોય છે. યુવતીઓ અને સગીરાઓ માટે ચેતવણી રૂપ વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે.

આ ઘટનામાં પણ એક સગીરાને યુવકે પોતાના પ્રેમના ઝાડમાં ફસાવી પોતાની શરીરની ભૂખ સંતોષી અને તેનો વિડીયો બનાવી લીધો. ત્યારબાદ વારંવાર તેને બ્લેકમેલ કરી અને માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચરતો રહ્યો.

સુરતમાં બનેલી ઘટના અનુસાર એક સગીરાને એક યુવકે પ્રેમમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. તેણે લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા અને પછી તેનો વિડીયો બનાવી લીધો. ત્યાર પછી વિડીયો હાથમાં આવી જતા યુવક સગીરાની મરજી વિના પણ તેની સાથે શરીર સંબંધ બાંધી તેના પર દુષ્કર્મ ગુજરતો. વીડિયોના આધારે બ્લેકમેલ કરીને યુવકે સગીરાની સગાઈ પણ તોડાવી નાખી હતી.

આ મામલે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતના સગરામપુરા માં રહેતી 18 વર્ષથી નાની સગીરાને સલીમ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ તે સગીરાને એક દિવસ ડુમસ ફરવા લઈ ગયો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા.

જોકે સગીરા તેની સાથે જવાની ના કહેતી તો તે સગીરાને ધમકી આપતો કે જ્યાં તેના લગ્ન નક્કી થયા છે ત્યાં બધી જ વાત જણાવી દેશે અને લગ્ન થવા નહીં દે. અને તેના માતા પિતાને પણ જાનથી મારી નાખશે. ધાક ધમકી આપી યુવક સગીરા ઉપર દુષ્કર્મ આચરતો.

યુવકે સગીરાનો એક વિડીયો બનાવી લીધો હતો અને વારંવાર તેમને વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરા સાથે સંબંધ બાંધતો. સગીરાની સગાઈ પણ તેણે તોડાવી નાખી હતી. આ બધાથી કંટાળી સગીરા અને તેના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.