ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં આજે પણ બધું અંગ્રેજોના જમાનાનું છે, જાણીને તમે પણ ચોંકી જશો

India

ભારતમાં લગભગ 7083 રેલવે સ્ટેશન છે. આમાંના કેટલાક સ્ટેશનો એવા છે જેની પોતાની અલગ કહાની છે. ભારતના સૌથી મોટા અને નાના રેલવે સ્ટેશન વિશે તમે અત્યાર સુધી વાંચ્યું અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનું છેલ્લું સ્ટેશન કયું છે? આ સ્ટેશનનું નામ સિંહાબાદ છે. તે કોઈ મોટું સ્ટેશન નથી પરંતુ તે ખૂબ જૂનું છે. આ સ્ટેશન અંગ્રેજોના સમયનું છે. જ્યાં આજે પણ બધું જ અંગ્રેજોએ છોડયું હતું તેવું જ છે. અહીં હજી સુધી કશું જ બદલાયું નથી.

બાંગ્લાદેશની સરહદે આવેલું આ ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન છે. જેનો ઉપયોગ માલગાડીઓના પરિવહન માટે કરવામાં આવે છે. આ સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંહાબાદથી લોકો કેટલાક કિલોમીટર દૂર બાંગ્લાદેશ ફરવા જાય છે. ત્યારબાદ ભારતમાં અન્ય કોઇ રેલવે સ્ટેશન નથી. વાસ્તવમાં આ એક ખૂબ જ નાનું રેલવે સ્ટેશન છે જ્યાં કોઈ અવરજવર નથી.

આ સ્ટેશનનું કામ લાંબા સમય સુધી બંધ હતું. આઝાદી પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ભાગલા બાદ આ સ્ટેશન નિર્જન બની ગયું હતું. પરંતુ ત્યાર બાદ 1978માં આ રૂટ પર માલગાડીઓ શરૂ થઇ હતી. આ ગાડી ભારતથી બાંગ્લાદેશ જતી હતી. નવેમ્બર 2011માં જૂના કરારમાં સંશોધન કરવામાં આવ્યું હતું અને નેપાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નેપાળ જતી ટ્રેનો પણ અહીંથી પસાર થવા લાગી હતી. તમને જણાવી દઈએ કે નેપાળમાં બાંગ્લાદેશથી મોટા પાયે ખાદ્ય નિકાસ થાય છે. તેમને લઈ જતી માલગાડીઓનો જથ્થો રોહનપુર-સિંઘાબાદ ટ્રાન્ઝિટ પોઇન્ટથી નીકળે છે. બાંગ્લાદેશનું પહેલું સ્ટેશન રોહનપુર છે. આ સ્ટેશનનો ઉપયોગ કોલકાતા અને ઢાકા વચ્ચે ટ્રેન કનેક્ટિવિટી માટે કરવામાં આવ્યો હતો.

આ સ્ટેશન આઝાદી પહેલાનું હોવાથી આ માર્ગનો ઉપયોગ મહાત્મા ગાંધી અને સુભાષચંદ બોઝ દ્વારા પણ અનેક વખત ઢાકા જવા માટે કરવામાં આવ્યો હતો. એક સમય હતો જ્યારે અહીંથી દાર્જિલિંગ મેલ જેવી ટ્રેનો પસાર થતી હતી. પરંતુ હવે અહીંથી માત્ર માલગાડીઓ જ પસાર થાય છે.

આ સ્ટેશનને જોવું તમને થોડું વિચિત્ર લાગશે. કારણ કે તે ઘણું જૂનું છે. આ સ્ટેશનની દરેક વસ્તુ બ્રિટિશ યુગની છે. સીગ્રા, કોમ્યુનિકેશન અને સ્ટેશન સાથે જોડાયેલા સાધનો પણ અંગ્રેજોના જમાનાના છે. અહીં હજુ પણ કાર્ડબોડ્સની ટિકિટ છે, જે હવે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. અહીં સ્ટેશન પર રાખવામાં આવેલો ટેલિફોન પણ બાબા આદમના સમયનો છે.

તેવી જ રીતે હાથના ગીયરનો ઉપયોગ સિગ્સ માટે પણ થાય છે. અહીં નજીવા કર્મચારીઓ છે. જો કે આ સ્ટેશન પર કોઇ પેસેન્જર ટ્રેન રોકાતી નથી. એટલા માટે ટિકિટ કાઉન્ટર બંધ છે. પરંતુ અહીં માત્ર તે જ માલગાડીઓ ઊભી રહે છે જેમને રોહનપુર થઈને બાંગ્લાદેશ જવું પડે છે. આ ગાડીઓ સિગ્નલની રાહ જુએ છે. એવું નથી કે અહીંના લોકો નથી ઇચ્છતા કે તેમના માટે ટ્રેનની સુવિધા શરૂ થાય. આ માંગ સમયાંતરે ઉઠાવવામાં આવી છે.

અહીંથી બે ટ્રેન પસાર થાય છે. મૈત્રી એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ-1. કોલકાતાથી ઢાકા જતી મૈત્રી એક્સપ્રેસની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી. આ સાથે જ બીજી ટ્રેન કોલકાતાથી બાંગ્લાદેશના એક શહેરની શરૂઆત સુધી જાય છે. જો કે અહીંના લોકો હજુ પણ અહીંથી ટ્રેનો શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. લોકોને હજી પણ આશા છે કે તેમને એક દિવસે ટ્રેનમાં ચઢવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published.