દ્વારિકામાં ભારે વરસાદ, ભારે પવન અને વરસાદને કારણે જગત મંદિરની ધજાને લઈને મહત્વનો નિર્ણય

Gujarat

સમગ્ર ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. દેવભૂમિ દ્વારિકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારિકાના કલ્યાણપુરમાં તો વરસાદ તૂટી પડ્યો છે. કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ભારે વરસાદને કારણે દ્વારિકા જિલ્લો પાણી પાણી થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારિકા મંદિરની ધજાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકામાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હજુપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી દ્વારિકામાં જગત મંદિરના શિખરે ફરકતી ધજાને અડધી કાઠીએ લહેરાવવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય ભારે વરસાદને પગલે અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.

દ્વારિકા મંદિરની ધજાને જ્યાં સુધી વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

દ્વારિકામાં મુશળધાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણી પાણી થઇ ગયો છે. ત્યારે સૌથી વધારે વરસાદ દ્વારિકાના કલ્યાણપુરમાં વરસ્યો છે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે.

મેઘરાજા દ્વારિકામાં મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદને પગલે દ્વારિકામાં અનેક રસ્તાઓ બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો મુશળધાર વરસાદથી રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો પણ છલકાઈ ગયા એટલો વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના ખેતરો પાણી-પાણી થયા છે. ખેતરો તળાવ જેવા બની ગયા છે. જો વધુ વરસાદ પડેશે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેથી ખડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.