સૂર્યમંડળના આ બે ગ્રહો પાણી નહીં પરંતુ સોના કરતા પણ મોંઘી વસ્તુ વસ્તુનો વરસાદ થાય છે, શું છે જાણી લ્યો

Tech

દેશભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક તો એવા પણ દેશ છે જ્યાં કોઈપણ સમયે વરસાદ વરસે છે. એવું પણ કહી શકાય કે ત્યાં આખું વર્ષ ચોમાસુ રહે છે. પરંતુ વરસાદ વરસવાથી આપણને કઈ નવાઈ લાગતી નથી. કારણ કે પૃથ્વીના રહેવાસીઓ માટે વરસાદ વરસવો એ એક સામાન્ય ઘટના છે.

સૌ કોઈ જાણે છે કે આકાશમાં વાદળો ગર્જના કરે છે અને વરસાદ વરસે છે ત્યારે પાણી પડે છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી છૂકટકારો મળે છે. પરંતુ આજે અમે તમને સૌરમંડળના એવા બે ગ્રહો વિશે જણાવીશું જ્યાં વરસાદ વરસે ત્યારે પાણી નથી પડતું પરંતુ હીરા વરસે છે.

પૃથ્વીના રહેવાસીઓ માટે વરસાદ એ સામાન્ય ઘટના છે. દરેક વ્યક્તિ જાણે છે કે વરસાદ દરમિયાન વાદળો આકાશમાં ગર્જના કરે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વાદળોમાંથી પાણી પડે છે. ચોમાસા વરસાદ વરસતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળે છે.

સૌરમંડળમાં 8 ગ્રહો છે અને માત્ર પૃથ્વી પર જ જીવન છે. યુરેનસ અને નેપ્ચ્યુન ટેલિસ્કોપમાં આછા વાદળો દેખાય છે. પરંતુ અહી વરસાદ દરમિયાન વાદળોમાંથી પાણી પડતું નથી. પરંતુ હીરાનો વરસાદ થાય છે. હા હીરાનો વરસાદ. તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ આ જ હકીકત છે. તો આવો જાણીએ આવું શા માટે થાય છે..

યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહોમાં હીરાનો વરસાદ થાય છે. આ ગ્રહોના તાપમાન અને દબાણની સ્થિતિ એવી છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે કાર્બન પરમાણુ હીરામાં ફેરવાઈ જાય છે. આ ગ્રહોનું વાતાવરણ એવું છે કે કાર્બન પોતાની મેળે જ હીરા બની જાય છે. પરંતુ આ ગ્રહો સુધી પહોંચીને કોઈ માણસ બચી શકતો નથી. આ કારણોસર આપણે મનુષ્યો આ હીરા એકત્રિત કરી શકતા નથી.

યુરેનસ અને નેપ્ચ્યુન સમાન દેખાય છે પરંતુ બે ગ્રહો વચ્ચે ઘણા તફાવત છે. આ ગ્રહોનો રંગ મિથેનને કારણે છે. એસ્ટ્રોફિઝિસિસ્ટ, નાઓમીએ કહ્યું કે જ્યારે આ ગ્રહોની અંદર તાપમાન ખૂબ વધી જાય છે, ત્યારે હીરા બને છે. જે એકઠા થાય છે અને ભારે બને છે. આ કારણોસર તેઓ વરસાદના સ્વરૂપમાં સપાટી પર પડે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્ય માટે ત્યાં સુધી પહોંચવું અશક્ય છે.

Leave a Reply

Your email address will not be published.