શનિવારની સંધ્યાકાળે મેઘરાજાની હેલી આવે, આવતીકાલે આ જીલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

Gujarat

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસનો વરસાદ વરસી ચૂક્યો છે. જો કે કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં હજુ પણ 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં NDRF ની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ત્યારે હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે નવસારી, વલસાડ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે 10 જુલાઈએ ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો 11 જુલાઇએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે રાજ્યના 60 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 8.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6.74 ઈંચ સાથે ચોમાસાની સિઝનનો 20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં ગુરૂવારે 15 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ જ્યારે 45 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.