અમરનાથમા આભ ફાટ્યું, જળપ્રલયમાં 20 લોકોના મોત અનેક શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા

Weather

હાલમાં જ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 15 લોકોના મોત થયા છે જયારે બાબાના દર્શને પહોંચેલા અનેક શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા છે. જમ્મુ કશ્મીરમાં શ્રી અમરનાથની ગુફા નજીક થયેલા જળપ્રલયમાં 40 યાત્રાળુઓ ગુમ થયા હતા જેની શોધખોળ શરૂ કરાઈ છે.

બાબાના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે. ત્યારે હાલ અચાનક વાતાવરણમાં પલટો આવતા 40 જેટલા તંબુ તણાઈ ગયા હતા. ઘટના જે સ્થળે બની ત્યાં 80 થી 100 જેટલા તંબુ હતા. જેમાંથી જળપ્રલય દરમિયાન 40 તંબુ તણાઈ ગયા. આ દરમિયાન 40 યાત્રાળુઓ ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે વાદળ ફાટતા યાત્રિકોને સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. અચાનક આફત આવતા યાત્રિકોને અધવચ્ચે રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.

અમરનાથ બાબા બર્ફાની ગુફા નજીક આભ ફાટતા 40 થી 50 જેટલા તંબુ ઝપટમાં આવીને તણાઈ ગયા હતા. દરમિયાન સીઆરપીએફ, આઇટીઇપી અને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર 15 જેટલા જવાનોના મોત થયા છે જ્યારે ચોક્કસ મૃત્યુઆંક હજુ સ્પષ્ટ નથી.

આઇટીબીપીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા યાત્રાળુઓ સ્થળ છોડીને અન્ય સલામત સ્થળે જતા રહે. પરંતુ યાત્રાળુઓ જગ્યા છોડે તે પહેલા જ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. તો બીજ બાજુ ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓ ગાંડાતૂર બની હતી.

વાદળ ફાટતા નૈનીતાલમાં ઢેલવા નદીમાં પૂર આવ્યું હતું. બ્રિજ પર પાણી પાણી થઇ ગયું હતું. આ રમિયાન બ્રિજ પરથી બસ પસાર થતા 9 લોકોના મોત નીપજયા જ્યારે 1 યુવતીનો ચમત્કારિક બચાવ થયો. અમરનાથ જળપ્રલયમાં 16 લોકોના મોત અને 40 જેટલા લોકો ગુમ થયા છે જયારે 3500 લોકોને સુરક્ષિત સ્થળે ખડેસવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.