બંગાળાની ખાડીમાં મજબૂત લો પ્રેશર સક્રિય થશે, આવતી કાલથી આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવશે

Weather

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ સારા વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે. તો વાવેતર બાદ ફરી વરસાદ થતા ખેડૂતોની ખુશી બમણી થઇ છે. પરંતુ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હજુ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી.

હાલ રાજ્યના અમદાવાદ, કચ્છ, સુરત અને અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જય રહ્યો છે. જેમાં બાકી રહેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે તેવું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી ત્યાં આગામી 13 જુલાઈ સુધીમાં વાવણી થઈ જાય તેવી પુરે પુરી શક્યતા છે. તો 10 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 11 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે.

ગુજરાતમાં 10 જુલાઈ બાદ વાદયછાયુ વાતાવરણ રહેશે. આ સાથે જ વરસાદનું જોર પણ વધશે. વરસાદના નવા રાઉન્ડમાં સારો વરસાદ થશે. નવા અપડેટ અનુસાર આગામી 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સક્રિય થશે જે સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવશે.

મહત્વનું છે કે ગત 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 9 અને ધરમપુરમાં પોણા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે અને 48 કલાકમાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.