રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય કરાઈ

Weather

ચોમાસું શરૂ થયું ત્યારથી આપણાં ગુજરાતમાં અમુક જગ્યાએ ભરપૂર વરસાદ છે તો અમુક જગ્યાએ ધમધોકાર ગરમી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હવે આપણાં રાજ્ય ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ અનરાધાર વરસી જ રહ્યો છે. નદી, તળાવ, ડેમ અને નાની મોટી નાળીઓમાં નવા પાણીની આવક થઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અમુક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

વરસાદને પગલે ઘણા લોકોના ઘરની આસપાસ પાણી ભરાઈ જવાથી અને વધુ પાણી આવવાની આશંકાને લીધે અમુક લોકોને સ્થાન બદલવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીને લીધે હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 33 જિલ્લાના કલેકટર સાથે મિટિંગ કરી છે. ઇમરજન્સી કંટ્રોલ રૂમમ બેઠક કરી હતી.

આ મિટિંગમાં 33 જિલ્લાના કલેક્ટરો વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મિટિંગ પછી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા તેમજ NDRFના ડિપ્લોઈમેન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ તમામ જિલ્લાના કલેક્ટરને વધુ સાવધાન રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

કોડીનાર, સુત્રાપાડા શહેરમાં આભ ફાટ્યું હતું અને આ વરસાદ આગલે દિવસે રાત્રે શરૂ થયો હતો. આને લીધે ગામમાં નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાયા હતા. આ સિવાય ઘણા રસ્તાઓ અને રોડ ધોવાઈ ગયા હતા અને ડાયવર્ઝન ધોવાઈ જતાં ઘણા મોટા વાહનો અને બીજા નાના સાધનોને પણ રસ્તામાં અટકી જવું પડ્યું હતું. તો બીજી બાજુ પોરબંદર અને રાજકોટમાં પણ ખૂબ જ વરસાદ વરસે તેવી સંભાવના છે. જેના લીધે NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.