અંબાલાલ પટેલની મહત્વની આગાહી, આ તારીખે ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ થશે

Weather

રાજ્યમાં મેઘતાંડવ શરૂ થયો છે. જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની ધમાકાદેર બેટિંગ ચાલી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે.

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. આ દરમિયાન અંબાલાલ પટેલે ભારે વરસાદનો વરતારો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, “હાલ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે અતિભારે વરસાદ પડશે. અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં ભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ થશે.”

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે “અતિભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બનશે. બનાસકાંઠા, મહેસાણા, કડી બેચરાજી, સિદ્ધપુર, વિસનગર, પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં પણ વરસાદ પડશે. પાટડી અને દસાડામાં વરસાદ પડશે. રાજ્યમાં હાલ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ પડશે.”

મહત્વનું છે કે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે. જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. આ મજબૂત સિસ્ટમને પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે. તો વરસાદના નવા રાઉન્ડમાં વરસાદથી વંચિત રહેલા વિસ્તારો પણ પાણી પાણી થશે.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતાએ પણ આગાહી કરી છે. જે મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 11મી અને 12મી જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. તો 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થશે જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.