ભગવાન રામના ભક્તો માત્ર ભારત નહી પરંતુ દુનિયા ભરમાં વસે છે. સૌ કોઈને ભગવાન શ્રી રામ પર પૂરી શ્રદ્ધા અને આસ્થા છે. ત્યારે લાખો કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ચમત્કાર જોવા મળ્યો છે. અયોધ્યામાં ભગવાન રામે રીંગણામાં દર્શન રાખ્યા.
ભગવાન રામના ઘણા બધા ભક્તો છે. આપણા વડવાઓની એવી કહેવત પણ છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’. ભગવાન રામ પર ભક્તોને પૂરી શ્રધ્ધા છે. ત્યારે શ્રી રામે રીંગણામાં ભક્તોને દર્શન આપીને ભક્તોની શ્રદ્ધામાં વધારો કર્યો છે. અયોધ્યામાંથી આ ઘટના સામે આવી છે. અયોધ્યાના બીકાપુર તહસીલના બાજાર ગામના રહેવાસી ડોક્ટર રામ પ્રતાપના બગીચામાં આ ચમત્કાર જોવા મળ્યો છે.
અયોધ્યાના રામ પ્રતાપના બગીચામાં રીંગણના છોડ છે. જેમાં એક રીંગણાં પર રામનું નામ લખેલું રીંગણ ઊગેલું જોવા મળ્યું. જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રામ પ્રતાપ આ રીંગણને તોડીને પૂજા માટે લઈ ગયા. ત્યારબાદ જોયું તો ખબર પડી કે બગીચાના એક છોડના એક રીંગણાં જ નહિ પરંતુ અન્ય રીંગણમાં પણ ભગવાન રામનું નામ લખેલું છે.
આ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જ્યાં ભગવાન રામનું નામ લખેલ રીંગણનો છોડ છે તે સ્થળે ઉમટી પડ્યા. લોકો ભગવાન રામના નામના આ રીંગણને જોવા માટે ખૂબ જ ઉત્સુક થઈ ગયા. ભક્તો રીંગણમાં ભગવાનનું નામ જોઈને તેને ભગવાનનો પરચો ગણી રહ્યા છે. આ વાત સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. તો રામ પ્રતાપસિંહ આ ઘટનાને ભગવાનની કૃપા જણાવે છે.
રામ પ્રતાપસિંહ છેલ્લા 20 વર્ષોથી જાના બજાર બીકાપુર માર્ગ પર રહે છે. તેનાં શાકભાજીના ક્યારામાં લાગેલ એક રીંગણાના છોડમાં આ ચમત્કાર જોવા મળ્યો છે. આ ચમત્કાર જોઈને લોકો એકઠા થઇ ગયા. લોકો રીંગણાની ક્યારીની પાસે પૂરો દિવસ વાતો કરતાં રહ્યા. રામ નામના રીંગણાં જોઈને સાક્ષાત ભગવાન શ્રી રામે દર્શન આપ્યાં હોય એવું લાગે છે.