કાલે સોમવારથી લઈને પાંચ દિવસ સુધી નવી આગાહી, આ વિસ્તારોમાં મન મૂકીને વરસશે મેઘરાજા

Weather

ગુજરાતમાં મેઘરાજાએ માઝા મૂકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા ગાંડાતૂર બની રહ્યા છે. હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 11 જુલાઇએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, સુરત, બ્રૂચ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આગામી 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદામાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઇએ ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા 15 જુલાઇએ ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.