સાપુતારા પાસે ગમખ્વાર અકસ્માત, સુરતના 50 જેટલા પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

Travel

રાજ્યમાંથી સવાર નવાર દુર્ઘટના સામે આવતું હોય છે. હાલ સાપુતારાથી એક દુર્ઘટના સામે આવી છે. વરસાદને કારણે સાપુતારામાં નયનરમ્ય નજારો જોવા મળે છે જે પ્રવાસીઓનું આકર્ષણ વધારે છે. જેથી લોકો સાપુતારા પ્રવાસે જાય છે. ત્યારે હાલ સુરતથી 50 થી વધારે મુસાફરો સાપુતારા પ્રવાસે ગયા હતા આ દરમિયાન બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.

સુરતના 50 કરતા વધારે મુસાફરો સાપુતારા પ્રવાસે ગયા હતા. ત્યારે પાછા ફરતી વખતે સુરતની ખાનગી બસ સાપુતારા ખીણમાં પડતા સંપર્ક તૂટયો છે. સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માહિતી માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોટ્સએપ વોઇસ મેસેજ મારફતે આપી છે.

અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી માટે સક્રિય થયું છે. તેમજ લોકોને બચાવીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં બે મહિલાના મોત થયા હોવાની માહિતી મળી છે.

સુરતના અડાજણ સ્થિત હનીપાર્ક રોડના મુસાફરો સાપુતારા પ્રવાસે ગયા હતા. આ દરમિયાન મહિલાઓ બસમાં મોજ મસ્તી કરી રહી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. પ્રવાસીઓ સાપુતારાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે 2 મહિલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે બસચાલક સુશીલ સાવલિયાએ જણાવ્યું હતું કે અચાનક તીવ્ર વળાંકમાં વરસતા વરસાદમાં બ્રેક ફેઇલ થતા કઈ સમજે તે પહેલા સંરક્ષણ દીવાલ કુદાવી બસ ખીણમાં ખાબકી હતી. જો કે બચાવ કામગીરી તુરંત શરૂ થઈ ગઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી. ઈજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.