ગુજરાત માટે આગામી 48 કલાક ભારે, રાજ્યના આટલા જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Weather

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો તો બીજી તરફ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી કેટલીક જગ્યાએ ધીમી ધારે તો ક્યાંય મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ વરસાદનો વરતારો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 જુલાઇએ નવસારી, વલસાડ ડાંગમાં ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જારી કર્યું છે. તો ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 13 જુલાઇએ સુરત, જવાબદારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો 14 જુલાઇએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં ભારે થી અતિભારે વરસાદ આગાહી કરાવવામાં આવી છે. જો કે રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ વરસ્યો છે પરંતુ હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કેવમાં આવી છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક થયું છે.

મહત્વનું છે કે ગત 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર મોડલ અનુસાર 13 જુલાઈ આસપાસ મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન છવાશે. જેની અસરથી 13 અને 14 જુલાઈએ ભારે વરસાદના સંયોગ બનશે.

હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે જેના ભાગ રૂપે ઘણા જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ત્યારે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડશે. આ વરસાદી સિસ્ટમ 14 જુલાઈ સૌરાષ્ટ્રના દરિયાકાઠે વધુ મજબૂત બનશે જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. તો ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અને લોકોને સતર્ક કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.