સુરતની આ સરકારી શાળામાં પોતાના બાળકને એડમિશન અપાવવા માટે વાલીઓની લાંબી લાઈનો લાગે છે, મોટી મોટી પ્રાઇવેટ શાળાઓ પણ પડે છે પાછી

Story

આજના સમયમાં તો શાળાની ફી પણ આસમાને પહોંચી ગઈ છે. એક તરફ મોંઘવારી વધતા ઘર ખર્ચ પણ વધી ગયો છે તો બીજી તરફ શાળાની ફી ભરવાનું પણ ટેંશન વાલીઓને સતાવે છે. જેથી કેટલાક બાળકોના અભ્યાસ પર પણ માંથી અસર પડે છે. ત્યારે હવે લોકો સરકારી શાળામાં પોતાના બાળકોના એડમિશન લેવા માટે આગળ વધી રહ્યો છે.

સુરતની એક સરકારી શાળામાં તો એડમિશન લેવા માટે લોકોની લાઈનો લાગી છે. ખાનગી શાળાની ફી મોંઘી થતા વાલીઓ મહાનગરપાલિકા સંચાલિત શાળામાં બાળકોના એડમિશન કરાવી રહ્યા છે. જેમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર બાળકોને પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે તેવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 

સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ પાંચ વર્ષ પહેલા જયારે શરૂ થઇ હતી ત્યારે શાળામાં એડમિશન લેવા માટે સ્કૂલના શિક્ષકો ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવતા હતા. ત્યારે હવે આ શાળામા એડમિશન લેવા માટે લાંબી લાઈનો લાગે છે. માત્ર એટલું જ નહીં પરંતુ કેટલાક વાલીઓ બે બે વર્ષથી પ્રયાસ કરવા છતાંપણ એડમિશન માટે ચાન્સ લાગતો નથી.

આજે આ સ્કૂલમાં 3700 થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજીથી કરાવાતા અભ્યાસની સાથે જીવનના પાઠ શીખવવામાં આવે છે. દર વર્ષે આ શાળામાં એડમિશન લેવા માટે લાઈનો લાગે છે. આ વર્ષે પણ 3800 જેટલી અરજીઓ આવી હતી પરંતુ તેમાંથી 1100 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યાં હતાં.

સુરતની આ સરકારી શાળાને રાજ્ય સરકારના ગુણોત્સવમાં રાજ્યભરની 35000 જેટલી સ્કૂલમાંથી 98.05 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મળ્યું છે. સ્કૂલમાં ગુણવતા લક્ષી શિક્ષણની સાથે ઈત્તરપ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. આ શાળામાં એડમિશન લેવા માટે દર વર્ષે લાંબી લાઈન લેશે છે.

ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારજી પ્રાથમિક શાળામા એડમિશન લેવા માટે લોકો પડાપડી કરે છે. ત્યારે હવે આ શાળામા ડ્રો સિસ્ટમથી એડમિશન થાય છે. આ શાળામાં પોતાના બાળકોના એડમિશન લેવા માટે પ્રયાસ કરી રહેલા એક વાલીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મે મારા બાળકના એડમિશન માટે ટ્રાય કરી હતી. પરંતુ એડમિશન ન મળ્યું. છતાં હું આ વર્ષે પણ ફરી પ્રયાસ કરીશ. કારણ કે મારી આસપાસના લોકો આ શાળામાં તેમના સંતાનોને અભ્યાસ માટે મોકલે છે. તેમના બાળકોમાં બદલાવ અને તેમનો અભ્યાસ જોઈને હું પણ અહિં મારા બાળકને એડમિશન મળે તે માટે પ્રયાસ કરી રહ્યો છુ.

Leave a Reply

Your email address will not be published.