રાજ્યમાં 15 જુલાઈ સુધી વરસાદી આફત, 13 જળશયો હાઈ એલર્ટ પર મુકાયા

Gujarat

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રવિવારે અમદાવાદમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. ત્યારે હજુ પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક થયું છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે અમદવાદમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ વરસ્યો છે. તો સુરતમાં પણ સતત વરસાદ શરૂ છે. કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. સૂરજદાદા રિસાઈ ગયા હોય તેવું વાતાવરણ છવાયું છે. ત્યારે હજુપણ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

નોંધનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બોડેલી, કવાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી અને છોટાઉદેપુરમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી દિવસોમાં હજુપણ વરસાદના પ્રમાણમાં વધારો થશે.

રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી તો જાણે મેઘરાજા તોફાને ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં 13 જળાશયો હાઈએલર્ટ પર છે. સરદાર સરોવરમાં 1,51,586 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. તો 13 જળશયોમાં તો સામાન્ય એલર્ટ અને 7 જળાશયોમાં સામાન્ય એલર્ટ આપવામાં આવેલ છે.

ગુજરાતમા ભારે વરસાદને પગલે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા છેલ્લા 48 કલાકમાં વરસેલા ભારે વરસાદની અને તેના પરિણામે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો આપી હતી. દરમિયાન વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે NDRF ની ટિમ ખડેપગે હોવાની ખાતરી આપી હતી.

ગુજરાતમા વરસની માહોલ જામ્યો છે. ત્યારે 12 જુલાઈએ દખીન ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તાપો, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભંગની આગાહી મુજબ 13 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી ઉપરાંત ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે.

આગામી 14 તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો 15 જુલાઈએ ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનો વરતારો છે.

Leave a Reply

Your email address will not be published.