આગામી ત્રણ દિવસ સુધી આફત બનીને વરસશે વરસાદ, આ સાત જિલ્લાઓમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Weather

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. રાજ્યમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે હજુપણ આગામી પાંચ દિવસ ભારરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતભરમાં હજુપણ આગામી 15 જુલાઈ સુધી વરસાદી માહોલ જામ્યો રહેશે. રાજ્યના ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની માહોલ જામ્યો છે. ત્યારે હજુપણ આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં વલસાડમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. તો કેટલાક વિસ્તારોમાં NDRF અને SDRF ની ટિમ ખડેપગે છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

રાજ્યમાં12 જુલાઈએ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, 13 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગજરાતમાં કેટલીક જગ્યાએ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદને કારણે 63 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે આ દરમિયાન 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ તારાજીમાં ઘણા બધા પશુઓ તણાઈ ગયા છે.

ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તો હજુપણ જરૂર પડશે તો નાગરિકોનું સ્થળાંતરણ કરવા માટે તંત્ર સજ્જ છે.

રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ તહેનાત છે. ભારે વરસાદની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.