ચોમાસામાં લોખંડના તાર પર કપડાં સુકવતા હો તો સાવધાન થઇ જજો, પાટણમાં લોખંડના તાર પર સુકવેલા કપડાં લેતા વ્યક્તિને કરંટ લાગતા કમકમાટીભર્યું મોત

Gujarat

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. ચોમાસામાં કેટલીકવાર કરંટ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ રાજ્યમાંથી એક કરંટ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોખંડના તાર પર સુકવેલા કપડાં લેવા જતી વખતે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે.

આ કિસ્સો ગુજરાતના પાટણમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સરસ્વતી તાલુકાના સાપરા ગામે લોખંડના તાર પર ચૂકવેલા કપડાં લેવા જતા જોરદાર કરંટ લાગતા વ્યકિતનું મૃત્યું થયું હતું. આ બાબતે મૃતકના દીકરાએ સરસ્વતી પોલીસ સ્ટેશને અકસ્માતે મુત્યુનો ગુનો નોંધાવ્યો છે.

ચોમાસામાં કપડાં સૂકવવાની તકલીફ રહે છે. ત્યારે સાપરા ગામના આ પરિવારે લોખંડના તાર પર કપડાં સુકવ્યા હતા. પરંતુ તેમને તાર પર કપડાં સૂકવવા ભારે પડ્યા. આ બનાવમાં 57 વર્ષના કિરીટકુમાર રમણિકલાલ શાહનું અવસાન થયું છે. જેઓ સાપરા ગામના વતની છે.

મળતી વિગતો અનુસાર કિરીટભાઈનો દીકરો વ્યવસાય માટે બહાર રહે છે. શનિવારે સાપરા ગામમાં સારો વરસાદ થયો હતો. જેથી કિરીટભાઈ તારના સળિયા પર સુકાતા કપડાં લેવા માટે દોડ્યા હતા. આ દરમિયાન તેમને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર લાગ્યો કે કિરીટભાઈનું મોત નીપજ્યું.

ઘટનાને પગલે કિરીટ ભાઈનું અવસાન થતા પરિવરમાં પળભરમાં શોકનો માહોલ છવાઈ ગયો. કિરીટભાઈના દીકરાએ સરસ્વતી પોલોસ સ્ટેશનમાં કરંટ લગતા અકસ્માતે મૃત્યુ થયું હોવાનો કેસ નોંધાવ્યો હતો. મૃત દેહને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમમાંથી પરત આવ્યા બાદ કિરીટભાઈના દેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દીવાલે ખીલી સાથે લોખંડનો તાર બાંધેલો હતો. ભારે વરસાદને લીધે ભેજ દીવાલમાં ઉતરવાથી તારમાં કરંટ આવવાથી કિરીટભાઈનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.