આગામી 48 કલાક સુધી આ જિલ્લામાં વરસાદનું સંકટ, બે દિવસ સુધી શાળા કોલેજોમા રજા જાહેર કરાઈ

Weather

ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહીને પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચમાં આગામી બે દિવસ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં આગામી 15 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે. ત્યારે દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

મહત્વનુ છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 65 ટકા વરસાદ થયો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદના પ્રમાણમાં વધારો થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે જ ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જેથી શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.