દાન કરવાની તો ઘણી બધી રીતો હોય છે. લોકો લાખો કરોડોનું દાન કરે છે પરંતુ એવું કહેવાય છે કે અંગ દાન એજ મહા દાન. આજના સમયમાં કેટલાય લોકો અંગદાન કરીને અન્યને નવું જીવનદાન આપે છે. આપણી સમક્ષ અવાર નવાર એવા કિસ્સાઓ આવતા હોય છે કે એક વ્યક્તિના અંગદાનથી બીજા વ્યક્તિને જીવનદાન મળ્યું. ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા પણ તેમના એક છે. તેમને એક મહિલાના અંગદાનથી નવું જીવન મળ્યું છે.
સુરત શહેર અંગદાન કરવામાં સૌથી આગળ છે. લોકો હવે જાગૃત થયા છે અને અંગદાન કરી રહ્યા છે જેથી અન્ય વ્યક્તિને નવું જીવનદાન મળી શકે. સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયાને સૌ કોઈ જાણે છે. ગોવિંદકાકા કરોડોનો ડાયમંડ બિઝનેસ ચલાવે છે. કરોડોનું દાન કરતા ગોવિંદકાકાનું શરીર એક મહિલાના દાનથી કામ કરી રહ્યું છે.
આપણે બધા જાણીએ છીએ કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. ત્યારે આજે અમે તમને ગોવિંદકાકાના જીવન સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ખુદ ગોવિંદકાકાએ લોકોને જણાવ્યું છે. ગોવિંદકાકા નવે અવતારે બચ્યા છે. તેમનું શરીર એક મહિલાના અંગ દાનથી ચાલી રહ્યું છે.
થોડા સમય પહેલા વલસાડના એક શિક્ષિકાનું અકસ્માતમાં બ્રેન્ડેડ થતા અવસાન થયું હતું. ત્યારે તેમના પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ મહિલાના દાન થકી પાંચ લોકોને નવજીવન મળ્યું હતું. તેમાં સુરતના ઉધોગપતિ પણ સામેલ હતા. જેમને આ મહિલાના અંગદાનથી નવું જીવન મળ્યું.
ઉધોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા કે જેમણે રામ મંદિર માટે 11 કરોડનું દાન કર્યું હતું તેમની જ અમે વાત કરી રહ્યા છીએ. કરોડોનું દાન કરનારા ગોવિંદકાકા એક મહિલાના અંગદનાથી નવે અવતારે બચ્યા છે. ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર ત્રણ વર્ષથી ખરાબ થઇ ગયું હતું જેનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું.
ગોવિંદકાકાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરતા તેમનો જીવ બચી ગયો. ગોવિદભાઈને જ્યારે ચારેક મહિના પહેલા કમળો થયો હતો ત્યારે લીવરમાં વધારે તકલીફ પડી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જો લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જ તેઓ બચી શકે તેમ હતા.
આ સમયે ધરમપુર ચોકડી પાસે એક શિક્ષિકાનો અકસ્માત થયો હતો ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારની સંમતિ લઈને વલસાડના યોગશીલ શિક્ષિકા રંજનબેનને લિવરનું ગોવિંદકાકાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેથી ગોવિંદકાકાને નવું જીવનદાન મળ્યું. આજે પણ ગોવિંદકાકાના શરીરમાં આ મહિલાનું લિવર કામ કરી રહ્યું છે.
ગોવિંદકાકાને જેમનું લિવર દાન કરવામાં આવ્યું તે મહિલાના લિવર સાથે કિડની અને આંખનું પણ દાન કરવામાં આવ્યું હતું. જેથી આ મહિલાના અંગદાનથી ગોવિંદકાકા સહીત અન્ય પાંચને નવુ જીવન દાન મળ્યું. ખરેખર અંગદાન એ જ મહાદાન છે. સૌ કોઈએ પ્રેરણા મેળવવી જોઈએ અને અંગદાન કરવા આગળ વધવું જોઈએ.