ગુજરાતમાં અહીં આજે પણ સાક્ષાત બિરાજે છે હનુમાનજી દાદા, છેલ્લા 30 વર્ષથી અન્નજળનો ત્યાગ કરીને જીવી રહ્યા છે પૂજારી

Religious

ગુજરાતમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે ભક્તોને એક અનોખી આસ્થા જોડાયેલી હોય છે. ત્યારે આજે અમે તમને ગુજરાતમાં આવેલા હનુમાનજીના એક ચમત્કારિક મંદિર વિશે જણાવીશું. આ મંદિરના પૂજારી છેલ્લા 30 વર્ષથી અન્નજળનો ત્યાગ કરીને જીવી રહ્યા છે.

ગુજરાતમાં હનુમાજીના ઘણા બધા મંદિરો આવેલા છે. હનુમાનજીના મંદિરે આમ તો દરરોજ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

ગુજરાતના બીલખા ગામે પંચમુખી હનુમાનજીનું એક ચમત્કારિક મંદિર આવેલું છે. જ્યાં દર્શન કરવા માત્રથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીનું આ મંદિર ખુબ જ ચમત્કારિક છે. અહીં મંદિરમાં બિરાજમાન દાદાની મૂર્તિમાં એટલું તેજ છે કે ત્યાં જવાથી સઘળા દુઃખો પણ દૂર થઇ જાય છે.

ગુજરાતના બીલખા ગામે આવેલા પંચમુખી હનુમાનજીના આ મંદિરમાં એક મહંત રહે છે જેમણે છેલ્લા 30 વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યો છે. તમને વિચાર આવતો હશે કે અન્નજળનો ત્યાગ કરીને કોઈ કેવી રીતે જીવી શકે પરંતુ જે સ્વયં હનુમાનજી દાદાની સેવા પૂજા કરતા હોય જેના પર દાદાનો હાથ હોય તેને શું થવાનું.

પંચમુખી હનુમાનજીના મંદિરમાં રહેતા આ મહંતે છેલ્લા 30 વર્ષથી અન્નનો એક દાણો મોઢામાં નથી મુક્યો કે પાણીનું એક ટીપું પણ નથી પીધું. દાદાનું આ ચમત્કારિક મંદિર જૂનાગઢના બીલખા ગામે આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.

બાપુ 35 વર્ષ પહેલા આ જગ્યાએ આવ્યા હતા અને તેમણે જ હનુમાનજીના આ મંદિરની સ્થાપના કરી છે. બાપુ અહીં ગાયોની સેવા કરે છે અને સમય મળતા જ દાદાની પૂજા કરીને ધ્યાનમાં બેસી જાય છે. બાપુએ છેલ્લા 30 વર્ષથી અન્નજળનો ત્યાગ કરી દીધો છે. માત્ર દૂધ પીયને જ તેઓ પોતાનું જીવન વ્યતીત કરે છે અને દાદાની પૂજા અર્ચના કરે છે.

પંચમુખી હનુમાનજીના આ મંદિરે ઘણા ભક્તો આવે છે. આ મંદિર ખુબજ ચમત્કારિક છે. જે લોકો અહીં દર્શન કરવા આવે છે તેમના દરેક દુઃખો દૂર થાય છે. હનુમાનજી દાદા પોતાના શરણે આવનાર ભક્તના સંકટ દૂર કરે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ ભરી દે છે. ભક્તો અહીં આવીને દાદાના અને બાપુના આશીર્વાદ મેળવે છે અને જીવનમાં ધન્યતા અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published.