ભારે વરસાદની આગાહીના પગલે શાળા કોલેજો બંધ રાખવા અંગે સરકારનો મહત્વનો નિર્ણય, ફટાફટ જાણી લ્યો

Gujarat

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દિવસને દિવસે વરસાદ જોર પકડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યાથવત છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો બંધ કે ચાલુ રાખવા બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે શાળા કોલેજો ચાલુ કે બંધ રાખવા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના હિત માટે નિર્ણય લેવાયો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ છે. જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે તો પૂર જેવી સ્થિત પણ ઉભી થઇ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરેલ પરામર્શ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શૈક્ષણિક કાર્ય ચાલુ કે બંધ રાખવા અંગે સ્થાનિક શહેર જિલ્લાના સક્ષમ અધિકારી નિર્ણય લઇ શકશે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. તો હજુપણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જે તે વિસ્તારની વરસાદી સ્થિતિને આધારે સ્થાનિક વહીવટી તંત્ર શાળા કોલેજો બંધ રાખવા અંગે નિર્ણય લઇ શકશે.

Leave a Reply

Your email address will not be published.