ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા કહેર મચાવ્યો છે. આ દરમિયાન હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે તો કેટલીક જગ્યાએ વરસાદે વિનાશ વેર્યો છે. ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. તો આગામી 16 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ થઈ શકે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. તો આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. પરંતુ 22 જુલાઈ બાદ વરસાદની નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. ત્યારે વરસાદના નવા રાઉન્ડમાં 22 થી 30 જુલાઈ સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે. તો બીજી તરફ હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ નવો રાઉન્ડ ક્યારે થશે તે પણ જણાવ્યું છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. અમદાવાદ, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરાઈ છે. વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ અને કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે.