આપણી સામે ઘણીવાર સમુદ્રમાં જીવ ગુમાવ્યાના કિસ્સાઓ આવતા હોય છે. સમૃદ્ર નજીક નાનકડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઇ શકે છે કારણે કે સમુદ્રમાં મોજા ઉછળતા હોય છે. અચાનક આવતી સમુદ્રની લહેર ક્યારે નજીક જનારાને પોતાનામાં સમાવી લે તે કહી ન શકાય. હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં વહી ગયા.
આ હૃદયદ્રાવક વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. બીચ પર થયેલા આ અકસ્માતમાં મહારાષ્ટ્ર્ના શશીકાંત મહમા અને તેની 9 વર્ષની દીકરી શ્રુતિ તથા સાત વર્ષના દીકરા શ્રેયસનું દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું. આ વિડીયો નબળા હૃદયવાળા લોકો જોઈ શકે તેમ નથી. સમગ્ર ઘટના આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
ભારતના અને વ્યવસાયે મિકેનિકલ એન્જીનીયર શશીકાંત દુબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તો તેમના પત્ની સારિકા પણ તેમની સાથે દુબઈમાં રહે છે. શશીકાંત પોતાના પરિવાર અને મિત્રો સાથે ઓમાન ગયા હતા. તેઓ ઓમાનના સલાલહા નામના દરિયાકિનારે દરિયામાં ઉછળતા ઊંચા મોજાંનો આનંદ મણિ રહ્યા હતા.
શશીકાંતનો પરિવાર બીચ પર ખુશીથી જુમી રહ્યો હતો ત્યારે અચાનકથી એવું થયું કે તેમની ખુશીમાં માતમ છવાઈ ગયો. દરિયાકિનારે ઘણા લોકો ઉપસ્થિત હતા અને મજા મણિ રહ્યા હતા. આ દરમિયાન દરિયામાં એક જોરદાર મોજું ઉછળ્યું જેમાં ભારતીય શશીકાંતના બંને બાળકો પાણી સાથે દરિયામાં વહેવા લાગ્યા. દરમિયાન પોતાના ડૂબતા બાળકોને બચાવવા માટે શશીકાંતે દરિયામાં છલાંગ લગાવી પરંતુ ત્રણેય ડૂબી ગયા.
દરિયામાં ડૂબી ગયા બાદ શશીકાંત અને તેના બાળકોની શોધખોળ ચાલુ છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ જણાવ્યું હતુ કે લોકોએ મુગસેલ બીચ પર સાવચેતીનું સર્કલ ક્રોસ કર્યું હતું. જોરદાર લહેર અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા. આ દરમિયાન તુરંત જ ત્રણ લોકોના જીવ બચાવી લેવાયા હતા. જયારે આ ત્રણ દરિયાની લહેરોમાં તણાઈ ગયા.
ओमान के समंदर किनारे दिल दहला देने वाले इस हादसे में डूबने वाले #Maharashtra के सांगली के थे!!
दुबई में नौकरी करने वाले शशिकांत ईद की छुट्टी में सपरिवार ओमान घूमने गए थे तभी समंदर में उठी लहर ने शशिकांत और उनके बेटे और बेटी को गहरे समंदर में खींच लिया!@ndtvindia pic.twitter.com/gNiPCnRL8b— sunilkumar singh (@sunilcredible) July 13, 2022
શશીકાંત રવિવારની રજામાં ફરવા માટે ગયા હતા આ દરમિયાન સમગ્ર ઘટના ઘટી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લાખો લોકોએ આ વિડીયો જોયો છે. વિડીયો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે દરિયામાં જોરદાર મોજું આવે છે અને ત્યાં હાજર લોકોને સમુદ્રમાં ખેંચી જાય છે. ઘટનામાં ત્રણ ભારતીયના મોત થયા છે.