ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર, 7 સ્ટેટ હાઈવે બંધ 40 હજાર લોકોને કરાયા રેસ્ક્યું

Weather

ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અનેક વિસ્તારો એનિમા ગરકાવ થયા છે જયારે કેટલાક ગામડાઓ સમરક વિહોણા બન્યા છે. રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં વધતા જતા વરસાદના જોરના કારણે 5 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દિવસભર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મેહર જોવા મળી હતી.

ગુજરાતના 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના રહેવાસીઓને ચેતવ્યા છે. વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરાયા છે. આ અંગે માહિતી આપતા મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે બસના 14 હજાર રુટમાંથી માત્ર 148 રૂટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.

વરસાદે તારાજી સર્જી છે ત્યારે 27 સ્ટેટ હાઇવે અને 559 પંચાયત માર્ગ બંધ કરાયા છે તેમજ ફરીથી પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહને લીધે નવસારી નેશનલ હાઇવે તેમજ ડાંગ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તો કચ્છમાં નેશનલ હાઇવે હાલ બંધ છે. ભારે વરસાદને પગલે આ રસ્તાઓ બંધ કરાયા છે ત્યારે હજુપણ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે.

નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા નવસારી જિલ્લાના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા જેના કારણે ચોપારની મદદથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું. NDRF ની 4 ટીમ નવસારી વાસદામાં મુકવામાં આવી છે તેમજ Sdrfની 2 ટીમો પણ ખડેપગે લોકોની સેવા કરી રહી છે.

ગુજરાતમાં 7 જુલાઈથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લીધે 39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 17,394 લોકો હેમખેમ ઘરે પરત ફર્યા છે. 21,346 લોકો આશ્રય સ્થાનમાં છે. ખેમ ઘરે પરત ફર્યા છે. 21,346 લોકો આશ્રય સ્થાનમાં છે. SDRFની 22 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી 5467 ગામોમાં વીજળી બંધ થઈ હતી જેમાંથી 5426 ગામમાં વીજળી પરત ચાલુ કરવામાં આવી છે. હાલ માત્ર વધુ પૂરઅસરગ્રસ્ત 41 ગામમાં વીજળી પુરવઠો બંધ છે. વીજળી ડૂલ થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. વરસાદને કારણે લોકોને ખુબ જ નુકસાન થયું છે. લોકોનું અનાજ પણ પાણીમાં તણાઈ જતા ખાવાના પણ સંસ પડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.