ગુજરાતની ધરતીને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આ ધરતી દેવ દેવતા,સંતો અને ભક્તોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. દેવ દેવતાનું સ્મરણ કરવાથી ભક્તો પર આવેલી મુસીબત કે દુઃખોનો અંત આવે છે. દરેક દેવી દેવતાઓ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને તેનું સ્મરણ કરનારના દુખડા હણી લે છે.
મીનવાડામાં દશામાં આજે પણ હજારો લોકોને પરચા આપે છે. ડાકોરથી 25 કિલોમીટર દુર મીનાવાડા ગામમાં માતા દશામાંનું મંદિર આવેલું છે. માતાના આ મંદિરે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માનતા પુરી કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. આ ધોર કળીયુગમાં પણ દશમાંએ લોકોને પરચા આપ્યા છે.
મીનાવાડામાં દશામાંએ પરચો આપ્યો છે. ત્યાંના લોકોના જણાવ્યા અનુસાર મીનાવાડા ગામની એક દીકરી દશામાની ભક્ત હતી. વર્ષ 1995માં શ્રાવણ માસમા દશામાની ભક્ત એવી આ ગામની એક દીકરી દશામાની દરરોજ આરતી કરી જતી હતી. તે દશામાની ખુબ ભક્તિ કરેતી હતી.
એક દિવસ આ દીકરી મહોર નદીના ખેતરમાં સાંજે ભેંશ ચરાવીને આવતી હતી. આ દરમિયાન ભેંશ કાદવમાં ફસાઈ ગઈ હતી. જ્યારે દશામાંની આરતીનો સમય થયો ત્યારે દિકરીએ માતાજીને આરતી કરી પ્રાર્થના કરી ત્યારે દશામાની આરતીના સમયસર તેની કાદવમાં ફસાયેલી ભેંસને બહાર નીકળી ગઈ અને દીકરીએ માતાની આરતી કરી.
આ દીકરીમાં એટલી તાકાત આવી ગઈ કે તેનાથી કાદવમાંથી ભેંસ બહાર કાઢી નાખી અને તે સમયસર માતાજીની આરતી કરવા પહોંચી ગઈ હતી. દિકરીમા માતાજીએ હાજર થઈ પરચો આપ્યો હતો. ત્યારે આ વાત ગામ અને તાલુકામાં ફેલાઈ ગઈ અને લોકોની ભીડ માના દર્શને આવવા લાગી હતી.
માતા તેના ભક્તોને દર્શન આપે છે. માતા વાંજીયાના ઘરે પારણું બધાવે અને મનની તમામ મનોકામનાઓ પુરી કરે છે. મીનાવડા દશામાંના મંદિરે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત કેટલાક દૂરના રાજ્યોમાંથી લોકો આવે છે. વર્ષો પૂર્વે મિનલ શહેર કોમોડિટી અને વેપારનું સ્થળ હતું. એક વાર પુર આવ્યું અને શહેર પાણીમાં ડૂબી ગયું હતું. આ શહેર આજે મીનાવાળા માં દશામાના ધામ તરીકે ઓળખાય છે.